તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્પ પ્રેમી:ધ્રાંગધ્રાનો એક યુવાન સર્પને બચાવવા રહે છે તત્પર, આજદિન સુધીમાં દસ હજારથી વધુ સાપનું રેસ્ક્યૂ કર્યું

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
ધ્રાંગધ્રાનો એક યુવાન સર્પને બચાવવા રહે છે તત્પર, આજદિન સુધીમાં દસ હજારથી વધુ સાપનું રેસ્ક્યૂ કર્યું
  • હેમંત દવે રહેણાંક વિસ્તારામંથી સાપનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે મુક્ત કરી દે છે

આજે નાગ પાંચમ છે.લોકો નાગને દેવતા માને છે. ખાસ કરીને આજના દિવસે પરંપરાગત રીતે તેને શ્રીફળ વધેરે છે તેમજ દૂધ પીવડાવે છે અને તલવટ પણ ધરાવે છે. પણ જો કોઈના ઘેર કે ઓફીસ અથવા વાડી, ખેતરમાં જો સાચા સર્પના દર્શન થાય તો માણસ ગભરાઈ જાય છે. ત્યારે ધ્રાંગધ્રામાં રહેતા હેમંતભાઈ દવે છેલ્લા ઘણા વર્ષોથી કોઈ પણ વન્ય જીવ જંતુ જેવા કે સાપ કે પછી અજગર, જેવા કોઈ પણ ઝેરી, કે બિન ઝેરી જીવ જંતુને પકડીને તેને તેના અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકે છે.

હેમંતભાઈ પોતે પણ વન્ય જીવ જંતુને બચાવવા માટે આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યાં છે. ખાસ કરીને ચોમાસાની સીઝનમાં સાપ, કે પછી તેની કોઈ પ્રજાતિ જેવી કે કાળોતરો, ખડચિતળો, કે, અન્ય કોઇ જીવજંતુ વધુ નીકળે છે. ત્યારે હેમંતભાઈ ઘુડખર અભ્યારણ્યના અધિકારીઓના માર્ગદર્શન નીચે ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આજુબાજુના ગામડાઓમાં જઈને બચાવ કાર્ય કરે છે.

હેમંતભાઈ પોતે પણ આવી સેવા કરવાનો શોખ રાખે છે. માટે તે આ કાર્ય કરી રહ્યા છે. છેલ્લા દસ વર્ષથી હેમંતભાઈ આ કાર્ય કરી રહ્યા છે. અત્યાર સુધીમાં હેમંતભાઈએ 10,000થી વધુ આવા રેસ્ક્યુ કરેલા છે. આ કાર્યથી આજુબાજુના ગામડામાં કોઈ જીવ જંતુ નીકળે ત્યારે હેમંતભાઈ તરત જઈને આ કાર્ય કરે છે. અને જે લોકોના ઘરે સાપ અથવા કોઈ ઝેરી કે બીન ઝેરી જીવજંતુ નીકળે છે.ત્યારે તે લોકો ખૂબ જ ભયભીત હોય છે.ત્યારે હેમંત ભાઈ પોતે તે સ્થળે જઈને પોતે આવા જીવજંતુને પકડી લે છે. પછી તે લોકોમાં જીવ આવે છે. સાથે સાપ કે કોઈ પણ વન્ય જીવથી ગભરાઈને તેને મારવું નહિ. પણ તેનાથી સલામતી રાખવી તે માટે પણ લોકોને સલાહ આપે છે.

અન્ય સમાચારો પણ છે...