અકાળે મોત:હળવદ સાપકડા ગામે ટ્રક નીચે આરામ કરવા સૂતેલા યુવાનનું ટાયર ફળી વળતાં મોત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદ સાપકડા ગામે ટ્રક નીચે આરામ કરવા સૂતેલા યુવાનનું ટાયર ફળી વળતાં મોત - Divya Bhaskar
હળવદ સાપકડા ગામે ટ્રક નીચે આરામ કરવા સૂતેલા યુવાનનું ટાયર ફળી વળતાં મોત
  • યુવક રાજકોટથી સાપકડા ગામેં મંડપ બાંધવા આવ્યો હતો

હળવદ તાલુકાના સાપકડા ગામે સ્વામિનારાયણ ભગવાનના ધાર્મિક કાર્યક્રમને લઇ રાજકોટથી ટ્રક લઈ મંડપ બાંધવા આવેલા યુવાનનું ટ્રકનું ટાયર માથે ફરી વળતા ઘટના સ્થળે જ ચગડાઇ જવાથી કમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

હળવદ તાલુકાના સાપકડા ગામે આગામી દિવસોમાં યોજાનાર સ્વામિનારાયણ ભગવાનના ધાર્મિક કાર્યક્રમને લઇ મંડપ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટ શહેરના ભારતનગરમાં રહેતા સાયરભાઈ દેવાભાઈ લકુમ રાજકોટથી મંડપ ભરી આવે ટ્રક સાથે કામ કરવા આવ્યા હતા. જે ત્યારે બપોરના સમયે તાપ વધુ હોય જેથી ટ્રકના છાયડે ટ્રક નીચે આરામ કરી રહ્યા હતા. તેવા સમયે ટ્રકના ડ્રાઈવરને ખબર ન હોવાથી ટ્રક ચાલુ કરી આગળ હંકાવતા ટ્રક નીચે આરામ કરી રહેલા સાયરભાઈના માથા પરથી ટ્રક ફળી વળતાં તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ ગામ લોકોને થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ બનાવની વધુ તપાસ સાપડા બીટ જમાદાર મનહરભાઈ પ્રજાપતિ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...