તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:હળવદમાં જૂની અદાવતમાં એક યુવક પર હુમલો કરાયો, બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદમાં જૂની અદાવતમાં એક યુવક પર હુમલો કરાયો, બે શખ્સો સામે પોલીસ ફરિયાદ - Divya Bhaskar
હળવદમાં જૂની અદાવતમાં એક યુવક પર હુમલો કરાયો, બે શખ્સો સામે પોલીસ ફરિયાદ
  • મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ

હળવદના નવા દેવડીયા ગામે નિશાળ પાસે જુના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર લોખંડના પાઈપથી હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાને બે શખ્સો સામે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રવિરાજસિંહ અભેસિંહ ઉર્ફ ચકુભા પરમાર (ઉ.વ.27 ધંધો-ખેતી રહે.નવા દેવડીયા તા-હળવદ) એ આરોપીઓ સિધ્ધરાજસિંહ દિલુભા પરમાર, મંગળસિંહ અનુભા પરમાર (રહે.બંન્ને નવા દેવળીયા તા.હળવદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે નવા દેવડીયા ગામે નિશાળ પાસે આરોપીઓએ ફરીયાદીના પિતા સાથે કોઇ મનદુખના કારણે ઝગડો કરતા આરોપીઓએ લોખંડના પાઇપ વતી જમણા પગે તથા ડાબા હાથે મુઢ ઇજા કરી તથા બન્ને આરોપીઓએ ફરીયાદી તથા સાહેદને ઢીકાપટુનો મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હળવદ પો.સ્ટે.ના જી.પી.ટાપરીયા ચલાવી રહ્યા છે.

હળવદમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઝડપાયાહળવદમાં પોલીસ દ્વારા રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપી પાડવામાં આવ્યા છે. અને આરોપીઓ પાસેથી રોકડ રૂ. 18,850 જપ્ત કરવામાં આવ્યા છે. હળવદમાં કરાચી કોલોનીમાં જનકસિંહ ચંદ્રસિંહ ઝાલાના મકાનમાં ગેરકાયદે ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો રોન પોલીસનો જુગાર રમતા જનકસિંહ ચંદ્રસિંહ ઝાલા, જાવેદભાઇ એહમદભાઇ કલાડીયા,જનકભાઇ ગુણવંતરાય પંચોલી, સંજયભાઇ ગીરધરભાઇ ગાંધી, પ્રફુલભાઇ દિવ્યેશ્વરભાઇ મહેતા,અનીલભાઇ કેશવલાલ સોલંકી અને સુરેશભાઇ કાંતીભાઇ ચાવડાની અટકાયત કરવામાં આવી છે.પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 18869 કબ્જે કર્યા છે. તેમજ આરોપીઓ સામે હળવદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...