લૂંટેરી દુલ્હન:વઢવાણના યુવાને અમદાવાદની યુવતી સાથે રૂ. 3 લાખ આપી લગ્ન કર્યા, યુવતી પરત ન ફરતા 3 વ્યક્તિઓ સામે પોલિસ ફરીયાદ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણના યુવાને અમદાવાદની યુવતી સાથે રૂ. 3 લાખ આપી લગ્ન કર્યા, યુવતી પરત ન ફરતા 3 વ્યક્તિઓ સામે પોલિસ ફરીયાદ - Divya Bhaskar
વઢવાણના યુવાને અમદાવાદની યુવતી સાથે રૂ. 3 લાખ આપી લગ્ન કર્યા, યુવતી પરત ન ફરતા 3 વ્યક્તિઓ સામે પોલિસ ફરીયાદ
  • લૂંટેરી દુલ્હને વધુ એક યુવાનને છેતરવાની ઘટના સામે આવી
  • માતા બિમાર છે એમ કહી પિયર રોકાઈ, અવારનવાર ફોન કરવા છતાં યુવતી પરત ન આવી
  • વઢવાણ બી ડિવીઝન પોલીસે ફરીયાદના આધારે તપાસ હાથ ધરી

વઢવાણની ઉમિયા ટાઉનશીપ શેરી નં-5માં રહેતા યુવક સાથે રૂા.ત્રણ લાખમાં પરણાવ્યા બાદ અમદાવાદની યુવતી ગયા બાદ પરત ન આવતા વઢવાણના યુવકે યુવતી, દલાલ સહીત ત્રણ વ્યકિત સામે પોલીસમાં લેખિત ફરીયાદ કરી છે.

વઢવાણની ઉમિયા ટાઉનશીપ શેરી નં-5માં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા અનીલભાઈ રતિલાલ પટેલ નામના 32 વર્ષના યુવકે અમદાવાદની શિવાની ઉર્ફે વૈશાલી રમેશભાઈ પટેલ નામની યુવતી સાથે તા. 17 સપ્ટેમ્બર, 2021ના રોજ અમદાવાદના દાદા હનુમાન ટ્રસ્ટના પટાંગણમાં લગ્ન કર્યા હતા. જેનુ મહંત હીરાભાઈ જગુજીએ આપેલા અસલ મેરેજ સર્ટીફીકેટ દલાલ રમેશભાઈ પટેલે રાખી તેની નકલ અનિલભાઈને અપાઈ હતી.

જેમાં યુવતીની માતા કુસુમબેન રમેશભાઈ પટેલ, દલાલ રમેશ પટેલ વગેરેએ લગ્ન માટે રૂ. 3 લાખ માંગ્યા હતા, જે અનિલભાઈએ આપ્યા હતા. લગ્ન કરીને વઢવાણ આવેલી શિવાની ઉપર સાત દિવસ પછી તેની માતાનો ફોન આવ્યો હતો. અને તે બિમાર છે તેમ જણાવતા અનિલભાઈ તેને મુકવા અમદાવાદ ગયા હતા. પરંતુ તેની માતા કુસુમબેન બિમાર જણાતા નહોતા, તેમ છતાં તેની માતાએ શિવાનીને થોડા દિવસ રોકાવાનો આગ્રહ કરતા અનિલભાઈએ રહેવા દીધી હતી.

પરંતુ ત્યારપછી આ યુવતી પરત આવી નહોતી. અનિલભાઈએ નવરાત્રી, શરદપૂનમ, દિવાળી અને ભાઈબીજે એમ અવારનવાર ફોન કરવા છતા શિવાનીને મોકલી ન હોતી. ત્યારબાદ તેમના ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યા હતા. દલાલ રમેશ પટેલે ફોનમાં જણાવ્યું કે, હવે અમારે શિવાનીને મોકલવી નથી. આમ, વઢવાણના અનિલભાઈ સાથે યુવતી, તેની માતા અને દલાલે છેતરપિંડી કરતા તેમણે બી ડિવીઝન પોલીસ મથકે લેખીત ફરીયાદ આપી છે.

જેમાં તેમણે યુવતીને બીજે નાણા લઈ પરણાવી દીધી હોવાનું પણ જણાવ્યું હતું. સુરેન્દ્રનગરમાં લૂંટેરી દુલ્હન યુવાનને લૂંટી અને અમદાવાદ ફરાર થઈ જવા પામી છે. ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ અને નગરમાં અનેક યુવાનો આ રીતે ભોગ બન્યા હોવાનું હાલમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ પોલીસ તંત્રને આ અંગેની જાણકારી આપવા માટે પણ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...