તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:સુશાંત પરની ફિલ્મમાં સુરેન્દ્રનગરનો યુવાન અભિનય કરશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરનો યુવાન સુશાંત પર બની રહેલી ફિલ્મમાં અભિનય કરી રહ્યો છે. - Divya Bhaskar
સુરેન્દ્રનગરનો યુવાન સુશાંત પર બની રહેલી ફિલ્મમાં અભિનય કરી રહ્યો છે.
  • સુશાંતસિંહ રાજપૂતના જીવન પર બનનારી ફિલ્મ ‘ન્યાય ધ જસ્ટિસ’માં કોન્સ્ટેબલનો રોલ કરશે

સુરેન્દ્રનગરના યુવાનની સુશાંતસિંગ રાજપૂતના જીવનપર બનતી ફિલ્મમાં પોલીસના રોલમાં પસંદગી થઇ છે. આથી તેઓ હિન્દી અને ગુજરાતી ફિલ્મના ધુરંધર કલાકારો સાથે મળી અભિનયના ઓજશ પાથરશે. સુરેન્દ્રનગર મૂળના હાર્દિકભાઇ પરમાર છેલ્લા 15 વર્ષથી મુંબઇ રહી એ સંગીત અવાજથી લોકોને એન્ટરટેઇન કરી રહ્યા છે. ત્યારે હાલ તાજેતરમાં જ આત્મહત્યાના કારણે અવસાન પામેલા સુશાંતસિંગ રાજપૂત પર ફિલ્મ બની રહી છે. જેમાં તેઓની પોલીસ કોન્સ્ટેબલના રોલ માટે પસંદગી થઇ છે.

આ અંગે હાર્દિકભાઇ પરમારે જણાવ્યું કે સુશાંત પર બની રહેલી ફિલ્મ ‘ન્યાય ધ જસ્ટિસ’ ડાયરેક્ટર દિલિપ ગુલાટી બનાવતા હોવાની મિત્ર ચંદ્રભાનુએ જાણ કરી હતી. આથી મારા ફોટો કાસ્ટિંગ ડિરેક્ટરને પસંદ આવતા કોન્સ્ટેબલના રોલ માટે પસંદગી થઇ છે.જેમાં સિંધમ ફિલ્મમાં તેના બનેલા અનંત જોગ સાથે હું કોન્સ્ટેબલ તરીકે સુશાંતની આત્મહત્યાકે મર્ડર અંગે તપાસ કરીશું.

ન્યાયધ જસ્ટિસ નામની આ ફિલ્મમાં કલાકાર શક્તિ કપૂર નારકોટિક્સના ઇન્સપેક્ટર, સુશાંતના પિતા અશરાની, જજ તરીકે રઝા મુરાદ, સુશાંતના પિતાના વકીલ કિરણકુમાર, રિયાના વકીલ રીતુરાજ, સુધાચંદ્રન જ્યારે સુશાંત અને રિયાના રોલમાં નવોદીત સહિત કલાકાર સાથે કામ કરી રહ્યો છું.

અન્ય સમાચારો પણ છે...