તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આકસ્મિક મૃત્યુ:હળવદના સુખપર નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતા રાજસ્થાનના યુવાનનું મોત

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદના સુખપર નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતા રાજસ્થાનના યુવાનનું મોત - Divya Bhaskar
હળવદના સુખપર નજીક નર્મદા કેનાલમાં ડૂબી જતા રાજસ્થાનના યુવાનનું મોત
  • સ્થાનિક તરવૈયાઓએ યુવાનની લાશને કેનાલમાંથી બહાર કાઢી
  • બ્રાહ્મણી-2 ડેમમાંથી મળી આવેલી લાશની ઓળખ થઈ

હળવદ તાલુકાના સુખપર ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં રાજસ્થાનના ટ્રક ડ્રાઈવરનું ડૂબી જવાના કારણે મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનની લાશને બહાર કાઢી પી.એમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. અને મૃતકના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો છે.

પગ લપસતા કેનાલના પાણીમાં ગરકાવ થઇ ગયા

બનાવની જાણવા મળતી વિગતો મુજબ સુખપર ગામ પાસેના અમદાવાદ-માળીયા હાઈ-વે પર આવેલી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં રાજસ્થાનના બે ટ્રક ડ્રાઇવર ટ્રકને સાઈડમાં રાખી નાવા માટે પડ્યા હતા. જેમાં ભનારામ રાવતારામ ચૌધરી ઉંમર વર્ષ 27 રહે-હોડું.જી,બાડમેર રાજસ્થાનને તરતા ન આવડતું હોવાથી તેઓ કેનાલ કાંઠે બેઠા બેઠા નાહી રહ્યાં હતા. તે વેળાએ તેઓનો પગ લપસતા કેનાલના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

લાશ પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી

જેથી અન્ય ડ્રાઈવર દ્વારા બુમાબુમ કરાતા આજુબાજુના યુવાનો તેમજ સુખપર ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ લોદરીયા સહિતનાઓ કેનાલ કાંઠે દોડી આવી બનાવની જાણ પોલીસને કરી યુવાનની લાશને કેનાલમાંથી બહાર કાઢી પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં કવાડિયા બીટ જમાદાર કિશોરભાઈ પારઘી દ્વારા મૃતકના પરિવારજનોનો સંપર્ક કરી તેઓને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બ્રાહ્મણી-2 ડેમમાંથી મળી આવેલી લાશની ઓળખ થઈ

ગઈકાલે હળવદના બ્રાહ્મણી-2 ડેમના કાઠે મેરુપર જવાના રોડ પરથી અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. જેથી પોલીસ દ્વારા તપાસ કરાતા આ યુવાન મુળ મધ્યપ્રદેશનો હોય અને હાલ હળવદમાં મજૂરીકામ કરતા હોવાનું સામે આવ્યું હતું. જેથી હળવદ પોલીસે યુવાનનું અકસ્માતે ડેમમાં ડૂબી જવાથી મોત થયાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ડેમમાં નાવા જવાનું કહી નીકળી ગયો હતો

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ હળવદના શીરોઇ ગામે આવેલ કુકાભાઇ જગાભાઇ પંચાસરા વાળાની વાડીએ રહીને ખેતમજૂરી કરતા શાંતીલાલ નાનુરામ ભુરીયા (ઉ.વ.35) નામનો યુવાન ગત તા.11 ના રોજ પોતાની શીરોઇ ગામે વાડીએથી સુંદરગઢ બ્રાહ્મણી-2 ડેમમાં નાવા જવાનું કહી નીકળી ગયો હતો. અને પોતાના ઘરે પરત આવેલો નહી. દરમિયાન ગઈકાલે તા.12 ના રોજ સુંદરગઢ પાસેના બ્રાહ્મણી ડેમમા પુલ નજીક મેરૂપર જવાના રોડની બાજુમાં પાણીમા ડુબી તેની લાશ મળી આવી હતી. આથી, હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ પો.હેડ.કોન્સ. એ.એમ.ઝાપડીયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...