દુષ્કર્મ:ટુવા ગામની સગીરાને પેટલાદનો યુવાન ભગાડી જઇ દુષ્કર્મ કરતાં ફરિયાદ

સુરેન્દ્રનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ સગીરાના ભાઇને સગીરા સાથેના ફોટો વાઇરલ કરવાની ધમકી આપી

વઢવાણ તાલુકાના ટુવાગામની સગીરાને પેટલાદનો યુવાન ભગાડી જઇ તેની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કરયાની માતાએ ફરીયાદ નોંધાવી હતી.જેમાં આરોપીએ સગીરાને જાતી અંગે અપમાનીત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જ્યારે સગીરાના ભાઇને મેસેજ કરી સગીરાના તેની સાથેના ફોટા વાઇરલ કરવાની ધમકી આપ્યાનું ફરીયાદમાં જણાવ્યુ હતુ.

વઢવાણ તાલુકાના ટુવા ગામના મહિલાએ જોરાવરનગર પોલીસ સ્ટેશને શુભમભાઇ પટેલ રહે પેટલાદ આણંદની સામે ફરીયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યા મુંજબ શુભમ તેમના 17 વર્ષની સગીરવયની દિકરીને લલચાવી ફોસલાવી બદકામકરવાના ઇરાદે ભગાડી ગયો હતો.તેણે ખંભાતમાં ગામમાં રૂમમાં બળજબરીથી સગીરાની મરજી વિરૂધ્ધ શરીરસબંધ બાંધી દુષ્કર્મ કર્યુ હતુ.ત્યારબાદ જાતી અંગે અપમાનીત કરી કોઇને કહીશતો જાનથી મારીનાંખવાની ધમકી આપી હતી.જ્યારે આ આરોપીએ સગીરાના ભાઇને પણ સોશીયલ મિડીયામાં મેસેજ કરી તારી બેન સાથે વાત કરાવ નહીંતર તેની સાથેના ફોટા વાઇરલ કરીનાંખવાની ધમકી આપી હતી.આથી આ અંગે ફરીયાદ નોંધી વધુતપાસ વી.એમ.જાડેજા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...