ભાસ્કર વિશેષ:ઝાલાવાડનો યુવાન એરફોર્સનું ફાઇટર વિમાન ઊડાડશે, ચંડીગઢમાં વિમાન ઊડતાં જોઇ પ્રેરણા મળી

સુરેન્દ્રનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાલાવાડનો યુવાન ફ્લાઈંગ ઓફિસર બનતા હવે તે ફાઇટર પ્લેન ઉડાડતો જોવા મળશે. - Divya Bhaskar
ઝાલાવાડનો યુવાન ફ્લાઈંગ ઓફિસર બનતા હવે તે ફાઇટર પ્લેન ઉડાડતો જોવા મળશે.
  • નિવૃત્ત આર્મી મેનનો દીકરો ફ્લાઇંગ ઓફિસર બન્યો

વઢવાણ તાલુકાના નગરા ગામના યુવાન હવે એરફોર્સના ફાઇટર વિમાનો ઉડાડતો જોવા મળશે. ચંડીગઢમાં સ્કૂલ એરફોર્સ વિસ્તારની અંદર હોવાથી આકાશમાં ઉડતા વિમાનોને જોઇને યુવાને લક્ષ બનાવ્યું કે મારે પણ એક દિવસ પ્લેન ચલાવવું છે. ત્યારે ત્રણ વર્ષની ટ્રેનિંગ બાદ આ ગામડાના યુવાનની ફલાઈંગ ઓફિસર તરીકે નિમણૂંક થતા ઝાલાવાડમાં આનંદ ફેલાયો હતો.

પિતા નિવૃત્ત આર્મી મેન
ઝાલાવાડની ધરતીની ખુશ્બુ આજે પણ દેશ-વિદેશમાં મહેકતી જોવા મળે છે.કારણે આ ધરતીના પુત્રો દેશની સેવા માટે પછી એ બીએસએફ, આર્મી હોય કે કોઇ પણ જગ્યાએ ફરજ બજાવવા હાલમાં પણ ધનગની રહ્યા છે અને એવા લક્ષ પણ પોતાના જીવનમાં નક્કી કરે છે. ત્યારે વઢવાણ તાલુકાના 45થી વધુ ગામડાઓમાં એક નગરા નામનું પણ ગામડુ આવેલુ છે. આ ગામના કાળુભાઈ ગોવિંદભાઈના દિકરા 46 વર્ષના હરજીવનભાઈ કાળુભાઈ સોલંકી જુદા જુદા રાજયમાં 26 વર્ષની આર્મીમેનની ફરજ અદા કરીને છ માસ પહેલા નિવૃત્ત થયા હતા. આ ફરજ દરમિયાન તેમના પત્ની કાંતાબેન, પુત્ર સંજય તેમજ હિમાલય સાથે રહ્યા હતાં.

ચંડીગઢમાં વિમાન ઊડતાં જોઇ પ્રેરણા મળી
નાનો પુત્ર હિમાલય હાલ કેરેલામાં કમ્પ્યુટર સાયન્સ એન્જીનરીંગ કરે છે. પરંતુ આ પરિવાર જ્યારે 2011 થી 2018 સુધી ચંડીગઢ રહ્યા હતા. ત્યારે સંજય અને હિમાલય સ્કૂલમાં ભણતા અને આ સ્કૂલ એરફોર્સના વિસ્તારની અંદર આવેલી હતી. ત્યારે એરફોર્સના વિમાન હતા તે આકાશમાં ઉડતા જોઇને સંજયને પ્રેરણા મળી અને એક દિવસ વિમાન ચલાવાવનો લક્ષ બનાવ્યો. ત્યારબાદ કેન્દ્રીય વિદ્યાલયમાં ધો. 12 કરી મહિસુર સર્વિસ સિલેકશન બોર્ડ(એસએસબી)ના 138 નંબરના કોર્ષમાં 2017ના ફેબ્રુઆરીમાં સિલેકશન થયા બાદ 2017ના જૂનમાં એનડીએ પુના જોઇન્ટ કર્યુ.

પુના અને હૈદરાબાદમાં ટ્રેનિંગ લીધી
જ્યાં ત્રણ વર્ષની ટ્રેનિંગ કરીને પુના બાદ હૈદરાબાદમાં ઇન્ડિયન એરફોર્સ એકડેમીમાં ફાઇટર પ્લેન ઉડાડવાની એક વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી હતી. અને ટ્રેનિંગ બાદ તા.19-6-2021માં પાસિંગ આઉટ પરેડ થઇ હતી. જેમાં 22 વર્ષના સંજયભાઈ હરજીવનભાઈ સોલંકીને ઇન્ડીયન એરફોર્સના ચીફ આર.કે.ભદોરીયાના હસ્તે ફ્લાઈંગ ઓફિસરની રેંક આપવામાં આવી હતી. ૉઆમ ઝાલાવાડનો યુવાન હવે એરફોર્સના ફાઇટર વિમાન ઉડાડતો જોવા મળશે. યુવાનની આ સિધ્ધીથી સમગ્ર જિલ્લામાં આનંદની લાગણી ફેલાઇ હતી.