ગોઝારો અકસ્માત:સુરેન્દ્રનગરના દસાડા પાસે ચાલુ ટ્રેનમાંથી યુવાન નીચે પટકાયો, ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના લીંબડ ગામ ખાતે રેલવે ટ્રેક ઉપર પેસેન્જર ટ્રેન પસાર થઈ રહી હતી. તેવા સમયે આ ટ્રેનના દરવાજા પાસે ઉભેલા એક મજૂર યુવાન પોતાનો હાથ છટકવાના કારણે નીચે પટકાયો હતો. આ દરમ્યાન ટ્રેનની સ્પીડ ફુલ હોવાના કારણે નીચે પડતા યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી અને ગંભીર ઇજાઓના કારણે યુવાનનું રેલ્વે ટ્રેક ઉપર જ મોત થયું હતું.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
ત્યારે આ ગોઝારા અકસ્માતની ઘટના અંગે પોલીસને જાણકારી આપવામાં આવતા બજાણા પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે મૃતકની ડેડબોડીને પીએમ માટે ઘટનાસ્થળે પંચનામું કરી અને સાર્વજનિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ગોઝારા અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસની સાથે-સાથે લોકોના ટોળે-ટોળાં બનાવના સ્થળે દોડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...