તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • A Woman Was Allegedly Killed When An Ambulance Did Not Reach The Wadhwan Society In Surendranagar Due To A Bad Road. Even The Hearse Could Not Reach To Collect The Body.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરેશાની:સુરેન્દ્રનગરમાં વઢવાણની એક સોસાયટીમાં બિસ્માર રસ્તાને કારણે એમ્બ્યુલન્સ ના પહોંચતાં મહિલાનું મોત થયાનો આક્ષેપ, મૃતદેહ લેવા માટે શબવાહિની પણ ના પહોંચી શકી

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
શબવાહિની પહોંચી ન શકતાં મૃતદેહ ઊંચકીને પરિવારજનો શબવાહિની સુધી લઈ ગયા. - Divya Bhaskar
શબવાહિની પહોંચી ન શકતાં મૃતદેહ ઊંચકીને પરિવારજનો શબવાહિની સુધી લઈ ગયા.
 • બિસ્માર રસ્તાને કારણે ગણપતિ ફાટસર વિસ્તારના રહીશો પરેશાન

સુરેન્દ્રનગરના વઢવાણ ગણપતિ ફાટસરની સંવિધાન સોસાયટી સુધીનો રસ્તો જ હોવાથી અનેક મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે એક મહિલાની તબિયત લથડતાં 108 પણ ખરાબ રસ્તાને લીધે પહોંચી શકી ન હતી. જ્યારે મહિલાના મોતનો મલાજો જાળવવા શબવાહિની પણ પહોંચી ન શકતાં રહીશોમાં પાલિકા સામે ભારે રોષ ફેલાયો હતો.

સુરેન્દ્રનગર પાલિકામાં વઢવાણ પાલિકાનો સમાવેશ કરી સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકા બનાવવામાં આવી છે, પરંતુ સમાવેશ બાદ સમસ્યાઓ ઘટવાના બદલે વધી છે, જેનો તાદૃશ્ય નમૂનો વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારની સંવિધાન સોસાયટી સુધીનો રસ્તો જ નથી. રહીશોએ જાતે બનાવેલા રસ્તા પર 108 વાન અને શબવાહિની પહોંચી ન શકતાં સુરેન્દ્રનગર પાલિકાના વિકાસનો પરપોટો ફૂટી ગયો હતો.

સુરેન્દ્રનગરના વઢવાણ ધરશાળા સામે રેલવેલાઇન ક્રોસ કરીને અનેક સોસાયટીઓ બની રહી છે, જેમાં રસ્તા, પાણી, વીજળી જેવી પ્રાથમિક સુવિધા જ નથી, આથી દર ચોમાસે આ વિસ્તારના હજારો રહીશોને ઘરમાં પુરાઇ રહેવું પડે છે, જ્યારે ઉનાળામાં રસ્તાના અભાવે રહીશોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. આ સંવિધાન સોસાયટીમાં રહેતાં હંસાબેન દિનેશભાઇ મકવાણાની તબિયત લથડતાં 108 વાનને ફોન કરાતાં 10 મિનિટમાં આવી હતી.

પરંતુ સંવિધાન સોસાયટી સુધી રસ્તો ન હોવાથી અડધો કિ.મી દૂર સુધી પહોંચી હતી, જેમાં એક સ્કૂટર પર 108ના કર્મીને દર્દી સુધી લઇ જવામાં આવ્યા હતા, પરંતુ હંસાબેનનું ત્યાં સુધીમાં મૃત્યુ થયું હતું. ત્યાર બાદ શબવાહિનીની પણ 108 જેવી સ્થિતિ સર્જાતાં પરિવારજનો તેમને ઊંચકીને શબવાહિની સુધી લઇ જવા પડ્યાં હતાં.

આ અંગે નીતિનભાઇ પરમાર, હર્ષદ કાપડિયા, રાજેન્દ્રસિંહ જાદવ વગેરે સુરેન્દ્રનગર પાલિકા સામે આક્રોશ ઠાલવીને રસ્તો ઝડપી બનાવવાની માગ કરી હતી. જ્યારે કોંગ્રેસ પક્ષના કમલેશ કોટેચા, રોહિત પટેલ વગેરે ઘટનાસ્થળે દોડી જઇને સુરેન્દ્રનગર પાલિકા સામે આંદોલનની ચીમકી આપી હતી. ત્યારે સુરેન્દ્રનગર પાલિકા તાત્કાલિક રસ્તો નહીં બનાવે તો ચોમાસુ હજારો રહીશો માટે દોઝખ બની જાય એમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો