હત્યા કે આત્મહત્યા?:લીંબડીના દાવલશા શેરીમાં રહેતી મહિલાનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ આત્મહત્યા કરી કે તેની હત્યા કરાઈ તે કારણ જાણી શકાયું નથી
  • બિલકિસબેનના મૃતદેહને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીની દાવલશા શેરીમાં રહેતી મહિલા ગળાફાંસો ખાધેલી હાલતમાં ઘરેથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મહિલાએ આત્મહત્યા કરી કે તેની હત્યા કરાઈ તેનું કારણ જાણી શકાયું નથી. મૃતકના પરિવારજનો આ અંગે કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી તેવું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

પરિવારજનો કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી
લીંબડી શહેરની દાવલશા શેરીમાં રહેતા બિલકિસબેન મુરાદભાઈ શામદારનો મૃતદેહ ગળાફાંસો ખાઘેલી હાલતમાં તેમના ઘરમાંથી મળી આવ્યો હતો. આ પરિણિત મહિલાના મોતના સમાચાર ફેલાતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે બિલકિસબેનની હત્યા થઈ કે તેમને આત્મહત્યા કરી તે કારણ જાણી શકાયું નથી. બિલકિસબેનના મૃતદેહને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, મૃતકના પરિવારજનો આ અંગે કોઈ કાર્યવાહી કરવા માંગતા નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જેના કારણે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાયું કે નહીં તે પણ સવાલ બની ગયો છે. બિલકિસબેને આત્મહત્યા કરી તો તેના પાછળ તેમની શું મજબૂરી હતી? કોના ત્રાસે આપઘાત કર્યો? તે સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...