કાર્યવાહી:બલદાણા ગામે મકાનમાં દારૂ ગાળતી મહિલા ઝબ્બે

સુરેન્દ્રનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • LCBએ દેશીદારૂ, આથો, સડેલા ગોળ સહિત રૂ. 9000નો મુદ્દામાલ જપ્ત કર્યો

વઢવાણ તાલુકાના બલદાણા ગામે એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોર્ડના માણસોએ બાતમીના આધારે રેડ કરી હતી. જેમાં રહેણાંક મકાનમાં જ દેશીદારૂ ગાળતી મહિલાને ઝડપી લીધી હતી. દેશીદારૂ, આથો સહિત રૂ. 9000નો મુદામાલ જપ્ત કરી મહિલા સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

વઢવાણ તાલુકાના બલદાણા ગામે જૂનાપરામાં પોતાના કબજા ભોગવટાવાળા બે માળના મકાનમાં લાભુબેન ધીરૂભાઈ ગોઢકીયા દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવે છે. આથી પોલીસ સ્ટાફે આ સ્થળે રેડ કરતા મકાનમાંથી જ લાભુબેનને ઝડપી લીધા હતા. અને તપાસ કરતા રહેણાંક મકાનમાં રૂ. 2200ની કિંમતનો 110 લીટર દેશી દારૂ, રૂ. 300ની કિંમતનો 150 લીટર દારૂનો આથો, રૂ. 6500ની કિંમંતનો 650 કિલો સડેલો ગોળ સહિત કુલ રૂ. 9000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ રેડમાં એલસીબીના દશરથસિંહ વાઘેલા, નિર્મળસિંહ પરમાર, પેરોલ ફર્લો સ્કવોડના દિલીપભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો. આ બનાવમાં વઢવાણ પોલીસ મથકે લાભુબેન ધીરૂભાઈ ગોઢકીયા સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી. આ બનાવમાં વધુ તપાસ અશ્વિનભાઈ વી. દવે ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...