અકસ્માતમાં મોત:અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે, એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપર દિન પ્રતિદિન અકસ્માતોની ઘટનાઓ વધતી જઈ રહી છે. અને વાહનોના ચાલકો બેફામ રીતે પોતાનું વાહન ચલાવી અને અકસ્માતો સર્જી રહ્યા છે. ત્યારે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર હાલમાં ટ્રક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. ત્યારે નેશનલ હાઈવે ઉપર પણ ટ્રાફિક જામ થયો છે. અને આ અકસ્માતની ઘટનામાં એક મહિલાનું ઘટના સ્થળ ઉપર કમ કમાટી ભર્યું મોત નિપજ્યાનું હાલમાં જાણવા મળે છે. ત્યારે પોલીસ તાત્કાલિક અસરે જાણકારી મળતા ઘટનાસ્થળ ઉપર દોડી ગઈ છે. અને બંને વાહનોને સાઈડમાં ખસેડી અને અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે નંબર આઠ ઉપર ટ્રાફિક પૂર્વવત કરાવવામાં આવ્યો છે.

આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર શ્રીજી હોટલની સામેના ભાગમાં કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અને વિજયાબેન નામની મહિલાનું ઘટનાસ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. ત્યારે હાલમાં પરિવારે તેની ઓળખ મેળવી અને તેના પરિવારજનોને જાણકારી આપવામાં આવી હોવાનું હાલમાં જાણવામાં આવ્યું છે. ત્યારે હાલમાં તાત્કાલિક અસરે ઘટનાસ્થળે પહોંચી અને વધુ આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...