સુરેન્દ્રનગરમાં એક વર્ષ પહેલા ગાંજાની પડીકીઓ સાથે ઝડપાયેલી મહિલાને ચીફ જ્યુ. કોર્ટે કસુરવાર ઠેરવીને એક વર્ષની જેલની સજા અને દંડ ફટકાર્યો હતો. આ કેસની વિગત એવા પ્રકારની છે કે, સુરેન્દ્રનગરના મફતીયાપરામાં ગત તા.29/12/21ના રોજ નીલુબેન અબ્દુલભાઈ સૈયદ નામની 35 વર્ષની મહિલા એક્ટિવા સ્કુટરની ડેકીમાં રાખેલી ગાંજાની પડીકીઓ વેચતા ઝડપાઈ ગઈ હતી. પોલીસે તેની પાસેથી રૂા. 5,700ની કિંમતનો 950 ગ્રામ ગાંજો (19 પડીકી) તથા એક્ટીવા મળીને કુલ રૂા. 85,700નો મુદામાલ જપ્ત કરી સુરેન્દ્રનગર એ.ડીવીઝન પોલીસ પોલીસમાં ગુનો નોંધ્યો હતો.
એક વર્ષની સજા અને બે હજારનો દંડ ફટકારાયો
સુરેન્દ્રનગરની ચીફ. જ્યુ. કોર્ટમાં આ કેસ તાજેતરમાં ચાલી જતા મેજીસ્ટ્રેટ ડી.એમ.ચૌહાણે સરકારી વકિલોની દલીલો અને પુરાવાના આધારે નીલુબેન સૈયદને કસુરવાર ઠેરવીને એક વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. બે હજાર દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.