સ્વાગત:સુરેન્દ્રનગરના બજાણા ગામના ફૌજી જવાન નિવૃત્ત થઇ વતનમાં આવતા ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
બજાણા ગામના ફૌજી જવાન નિવૃત્ત થઇ વતનમાં આવતા ઉષ્માભર્યુ સ્વાગત - Divya Bhaskar
બજાણા ગામના ફૌજી જવાન નિવૃત્ત થઇ વતનમાં આવતા ઉષ્માભર્યુ સ્વાગત
  • ગ્રામજનો દ્વારા ઢોલ નગારા અને અબીલ ગુલાલની છોળો અને પૂષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર જીલ્લાના બજાણા ગામના ફૌજી જવાન નિવૃત્ત થઇ વતનમાં આવતા ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતુ. બજાણા ગ્રામજનો દ્વારા ઢોલ નગારા અને અબીલ ગુલાલની છોળો અને પૂષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

પાટડી તાલુકાના બજાણા ગામના વતની દેવજીભાઈ ચંદુભાઈ ઠાકોર ભારતમાતાની સેવાના 16 વર્ષ પૂરા કરી, કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી ગૌવહાટી સહિત સમગ્ર ભારતની વિવિધ જમીની સીમાઓ પર મા ભારતીની રક્ષા કરવાની આર્મીની ફરજ સફળતાપૂર્વક પૂર્ણ કરીને પરત ઘેર આવ્યા હતા.

ત્યારે માતૃભૂમિ એમને દિલથી આવકારતી હોય એમ એમના પરિવારજનો બાળપણના મિત્ર એવા દસાડા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન વિપુલભાઇ મેરાણી સહિતના મિત્રો અને ગામ આગેવાનો અને ગ્રામજનો દ્વારા ઢોલ નગારા અને અબીલ ગુલાલની છોળો અને પૂષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...