કાર્યવાહી:મૂળીના સરા ગામે દેશી દારૂનું વેચાણ થતું હોવાનો વીડિયો ફરતો થયો

મૂળી8 દિવસ પહેલા
  • કૉપી લિંક

મૂળી તાલુકાનાં સરા ગામે દેશી દારૂનું વેચાણ થતું હોવાનો અને સ્થાનિક મહિલાઓ જ વેપાર કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી આરોપી ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.

મૂળી તાલુકામાં દેશી તેમજ વિદેશી દારૂ વેચાવા ઝડપાવાનાં અને પીધેલાનાં કેસો અવાર નવાર સામે આવતા હોય છે. ત્યારે મૂળી તાલુકાનાં સરા ગામે દેશી દારૂનું વેચાણ થતું હોવાનો અને આ ધંધામાં મુખ્યત્વે મહિલાઓ જ ચલાવતી હોવાનો આક્ષેપ સાથેનો 1 પુરૂષ દેશી દારૂની કોથળી લેતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે પ્રાથમિક તપાસ કરતા આ વીડિયો 3 દિવસ પહેલાનો અને ત્યારબાદ પોલીસ દ્વારા ત્યાં રેડ કરી કાર્યવાહી કર્યાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...