રાજય સરકાર દ્વારા કોરોનાં રસીકરણ મહાઅભિયાન સમગ્ર રાજયની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી રવિવાર તા. 22-5-20222 નાં રોજ રસીકરણ મહાઅભિયાન રાખવામાં આવશે. જિલ્લા કલેકટર કે.સી. સંપટના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણીકુમાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક તાલુકામાં તમામ સરકારી સંસ્થા ખાતે રસીકરણ કામગીરી કરવામાં આવશે.
જિલ્લામાં 12 થી 14 વર્ષનાં બાળકોને પ્રથમ તથા બીજો ડોઝ, 15 થી 17 ઉમરનાં બાળકોને પ્રથમ તથા બીજો ડોઝ આપવામાં આવશે. હેલ્થ કેર વર્કર,ફ્રન્ટલાઇન વર્કરને પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવશે. આ પૈકી જે લોકોએ બીજો ડોઝ લીધાના 9 માસ પુર્ણ થયા હોય તેવા તમામ હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરને આપવામાં આવશે.
વધુમાં જે લોકોની ઉંમર 60 થી વધુ છે તેવા તમામ લોકોને જો બીજો ડોઝ પુર્ણ થયાના 9 માસ થયા હોય તેઓને પણ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. લોકોને આ રવિવારનાં દિવસે આ રસીકરણ મહાઅભિયાનનો લાભ લેવા તંત્ર દ્વારા અપીલ કરાઇ છે. જે લોકો 12 થી 14 અને 15 થી 17માં બીજા ડોઝમાં બાકી તેઓને તથા જે લોકોની ઉંમર 60 વર્ષથી વધુ હોય તેવા લોકોને પ્રિકોશન ડોઝ આપવાનાં હેતુથી આ દિવસે મહાઅભિયાન યોજવામાં આવનાર છે. આ કામગીરી માટે જિલ્લાની આરોગ્ય વિભાગની કુલ 300 થી વધુ ટીમો કાર્યરત રહેશે.
મહાઅભિયાનને લઇને સુ.નગર-વઢવાણમાં રસી માટે કઇ જગ્યાએ વ્યવસ્થા કરાઇ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.