અનોખી ઉજવણી:નવા વર્ષના આરંભે પાટડીના મુલાડામાં નારીયેળમાં સોપારી ઉતારવાની અનોખી પરંપરા

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નવા વર્ષના આરંભે પાટડીના મુલાડામાં નારીયેળમાં સોપારી ઉતારવાની અનોખી પરંપરા - Divya Bhaskar
નવા વર્ષના આરંભે પાટડીના મુલાડામાં નારીયેળમાં સોપારી ઉતારવાની અનોખી પરંપરા
  • નારીયેળની છાલ ઉતારી બે પગ વચ્ચે નારીયેળ રાખી સોપારી એની અંદર ઉતારી દેવામાં આવે છે
  • ગ્રામજનો દેકારા પડકારા વચ્ચે યુવાનોને જોશ ચઢાવે છે અને ત્યારબાદ દિવાસળીના ખોખા ઉપર નારીયેળ રાખી ફોડવામાં આવે છે

ઝાલાવાડ પથંકના રણકાંઠા વિસ્તારમાં દિવાળી બાદ નવા વર્ષના દિવસે પાટડી તાલુકાના મુલાડામાં નારીયેળમાં સોપારી ઉતારવાની અનોખી પરંપરા આજેય અકબંધ જળવાઇ રહી છે. જેમાં ગામના આગેવાનો દ્વારા નારીયેળની છાલ ઉતારી બે પગ વચ્ચે નારીયેળ રાખી સોપારી એની અંદર ઉતારી દેવામાં આવે છે. જે અંતર્ગત સૌ ગ્રામજનો દેકારા પડકારા વચ્ચે યુવાનોને જોશ ચઢાવે છે અને ત્યારબાદ દિવાસળીના ખોખા ઉપર નારીયેળ રાખી ફોડવામાં આવે છે.

દિવાળી બાદ બેસતા વર્ષની વહેલી પરોઢીયે ગુજરાતના અનેક ગામોમાં ઘોડા દોડાવવાની અને ગાયો દોડાવવાની સ્પર્ધાઓ યોજાય છે. જ્યારે પાટડી તાલુકાના મુલાડા ગામે બેસતા વર્ષે નારીયેળમાં સોપારી ઉતારવાની પરંપરા છે. નારીયેળની છાલ ઉતારી બે પગ વચ્ચે નારીયેળ રાખી સોપારી એની અંદર ઉતારી દેવામાં આવે છે.

પાટડી તાલુકાના મુલાડા ગામના વયોવૃદ્ધ ગેમસંગ ઝાલા અને ઇન્દ્રસંગ ઝાલા આ પરંપરા નિભાવતા હતા. આજે રઘુભા ચેલસંગ ઝાલા, કનુભા ભાથીભા ઝાલા અને હરીભા રઘુભા ઝાલા સહિતના નવયુવાનો દ્વારા આ વિધી કરે છે. બેસતા વર્ષના દિવસે સમગ્ર ગામ ભેગુ થઇ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી ત્યારબાદ નારીયેળમાં સોપારી ઉતારવાની વિધી કરવામાં આવે છે. સાથે બુંગીયો ઢોલ ઢબુકતો હોય છે. હાજર સૌ ગ્રામજનો દેકારા પડકારા વચ્ચે યુવાનોને જોશ ચઢાવે છે. ત્યારબાદ દિવાસળીના ખોખા ઉપર નારીયેળ રાખી ફોડવામાં આવે છે. મુલાડા ગામના આગેવાન રામભા ઝાલા જણાવે છે કે, ગામમાં થાંભલી બંધાણી ત્યારથી આ પરંપરા અકબંધ રીતે કરાય છે.

અન્ય સમાચારો પણ છે...