તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા:પાટડીમાં બીનવારસી લાશોની અંતિમવિધિ કરતું અનોખું મિત્ર મંડળ, 15 વર્ષમાં 80 લાશોની અંતિમવિધિ કરી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાટડીના ભરત વરસાણી અને રાજુ વરસાણી નામના બે ભાઇઓ આ સેવાયજ્ઞ શરૂ કર્યો
 • આજે સેવાયજ્ઞમાં 10થી 12 જેટલા યુવકો જોડાયા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પથંકની કેનાલોમાં ડુબેલી અને રેલ્વે પાટા પર કચડાયેલી હાલતમાં મળી આવેલી બિનવારસી લાશોની અંતિમવિધિ પાટડીનું એક અનોખું મિત્ર મંડળ વર્ષોથી કરે છે. અત્યાર સુધીમાં આ મંડળે છેલ્લા 15 વર્ષમાં 80થી વધુ બીનવારસી લાશોની અંતિમવિધિ ભગીરથ કાર્ય કર્યું છે.

નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ રણકાંઠા વિસ્તારને થયો હોવાનો તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવે છે. પરંતુ ખેડૂતો માટે આર્શિવાદસમી આ કેનાલે અનેક નિર્દોષ લોકોનો ભોગ લીધો છે એ પણ નરી વાસ્તવિકતા છે. રણકાંઠામાંથી પસાર થતી ટ્રકના ચાલકો અને ક્લિનરો કેનાલનાં નહાવા પડ્યા બાદ કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઇ જવાના અસંખ્ય બનાવો સામેં આવે છે. પાટડી પથંકમાંથી પસાર થતી કેનાલોમાં ડુબીને મોતને ભેટવાના અને રેલ્વે ટ્રેક પર ધસમસતી ટ્રેન નીચે કચડાઇને મોતને ભેંટવાના અસંખ્ય બનાવો સામે આવે છે.

પાટડી પથંકની માલવણ નર્મદા કેનાલમાંથી ડુબી ગયેલા અજાણ્યા લોકોની લાશો તરતી મળી હોવાના બનાવો સામેં આવ્યા બાદ આવી બીનવારસી લાશોની અંતિમવિધિ કરતું પાટડીમાં 10થી 12 લોકોનું એક અનોખું મંડળ છે. પાટડીના ભરત વરસાણી (પેન્ટર) અને રાજુ વરસાણી નામના બે ભાઇઓએ શરૂ કરેલા આ અનોખા સેવાયજ્ઞમાં હાલ મુસ્લિમ યુવાનોની સાથે 10થી 12 યુવકો જોડાયા છે. આ અનોખુ મિત્ર મંડળ બિનવારસી લાશ મળ્યાની પોલિસ દ્વારા બાતમી મળતા બધુ કામકાજ છોડીને તિવ્ર દુર્ગંધ મારતી લાશોની મોંઢે રૂમાલ બાંધી 200થી 250 રૂ.નો શ્રીફળ, અગરબત્તી અને અબિલ ગુલાલનો ખર્ચો કરી બીનવારસી લાશોની અંતિમવિધિ કરવાના કામ દ્વારા માનવતાની મહેંક પ્રસરાવવાનું કામ કરે છે. ભરત વરસાણી (પેન્ટર) અને એના ભાઇ રાજુ વરસાણીના આ અનોખા સેવાયજ્ઞમાં રાજુ ઠાકોર, ગીરીશ ઠાકોર, રંગાજી ઠાકોર સહિત ફારૂક બલોચ અને નવાબ સિપાઇ નામના બે મુસ્લિમ યુવાનો પણ વર્ષોથી જોડાયેલા છે.

એક બીનવારસી લાશની અંતિમવિધિ કર્યા બાદ એના પરિવારજનો આવ્યા હતા: ભરત વરસાણી
પાટડી હાલતી-ચાલતી એમ્બ્યુલન્સ તરીકે પ્રચલિત ભરત વરસાણી (પેન્ટર) જણાવે છે કે, પાટડીમાં એક બીનવારસી લાશની અંતિમવિધિ કર્યા બાદ બીજા દિવસે એક દેવીપૂજક પરિવારના સગાવહાલાઓ આવ્યા હતા અને અમારી પાસે રાખેલા લાશના ફોટા જોઇને આ લાશ એમના પરિવારજનની હોવાનું ધ્યાનમાં આવવા છતાં અમારી કામગીરીને બિરદાવી હતી.

આ કાર્યમાં લોકોનો સારો સાથ-સહકાર મળી રહે છે: રાજુભાઇ વરસાણી
અમેં બે ભાઇઓ સહિત અમારૂ 10થી 12 જણાનું ગૃપ વર્ષોથી આ સેવાકિય કાર્ય અવિરત કરીએ છીએ. જેમાં પોલિસ સ્ટાફ સહિત સમગ્ર નગરજનોનો ખુબ સારો સાથ સહકાર મળી રહે છે. કોઇ હિન્દુની બિનવારસી લાશ મળે તો સ્મશાનમાં અંતિમવિધિ અને કોઇ મુસ્લિમ કે વિવાદિત બિનવારસી લાશ મળે તો એની દફનવિધિ કરવાનું કામ અમે કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો