તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભ્યાસ વર્ગ:ચોટીલામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બે દિવસીય કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બે દિવસીય કાર્યક્રમ યોજાયો - Divya Bhaskar
ચોટીલામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા બે દિવસીય કાર્યક્રમ યોજાયો
  • આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડિયાની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો

ચોટીલામાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા રાજકોટ તરફ જતા આપાગીગાના ઓટલે સૌરાષ્ટ્ર પ્રાંત જિલ્લાના પદાધિકારીઓની હાજરીમાં અભ્યાસ વર્ગનું આયોજન કરાયું હતું. અધ્યક્ષ અને સ્થાપક એવા ડો.પ્રવીણભાઈ તોગડીયાની અધ્યક્ષ સ્થાને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં અભ્યાસ વર્ગ યોજાયો હતો.

હાલ કોરોનાની મહામારીને ધ્યાને લઈને ખુબજ ઓછા લોકોની હાજરીમાં આંતરરાષ્ટ્રિય હિન્દૂ પરિષદના અધ્યક્ષ અને સ્થાપક ડો.પ્રવીણભાઈ તોગડીયાનાની અધ્યક્ષતામાં હિન્દૂ ધર્મ અને સંસ્કૃતિને ટકાવવા માટે અને ભારતને હિન્દૂ રાષ્ટ્ર બને તેને અનુલક્ષીને આગામી દિવસોમાં થનારા આયોજનલક્ષીના હેતુ માટે આ અભ્યાસ વર્ગ યોજાયો હતો.

જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મહિલા પરિષદના ડો.મુકતાબેન મકાણી, રાષ્ટ્રીય અધ્યક્ષ ઓજસ્વીની માલાબેન રાવલ, પ્રદેશ મહામંત્રી રણછોડભાઈ ભરવાડ, પ્રદેશ સંગઠન મહામંત્રી રોહિતભાઈ દરજી સહિત સૌરાષ્ટ્ર પ્રાંત પદાધિકારીઓ આ બે દિવસીય અભ્યાસવર્ગમાં હાજરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...