કેનાલમાં ટ્રક ખાબકી:મોરબીના લાલપર ગામ પાસે કેનાલની એક તરફની માટી ઢસડાઈ જતા ટ્રક નીચે ખાબકી, સદનસીબે જાનહાનિ ટળી

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંગલ પટ્ટીના રોડ ઉપર વાહનો સામસામે આવી જતા કેનાલની એકતરફની માટી ઢસડાઈ ગઈ છે

મોરબીના લાલપર ગામ પાસે આજે પુરઝડપે જતો એક ટ્રક કેનાલમાં ખાબક્યો હતો. જોકે, સદનસીબે જાનહાનિ ટળી હતી. કેનાલની એકતરફની માટી ઢસડાઈ જતા ત્યાંથી પસાર થઈ રહેલો ટ્રક કેનાલમાં ખાબક્યો હતો.
જાનહાનિ ન થતા રાહત
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં એકધારા વરસાદથી ઠેરઠેર રોડની ખરાબ હાલત વચ્ચે મોરબીના લાલપર ગામ પાસે નીકળતી નર્મદા કેનાલ આગળ સિંગલ પટ્ટીનો રોડ હોય ઉપરથી આ સિંગલ પટ્ટીના રોડ ઉપર વાહનો સામસામે આવી જતા કેનાલની એકતરફની માટી ઢસડાઈ જતા ત્યાંથી પસાર થઈ રહેલો ટ્રક કેનાલમાં ખાબક્યો હતો. જોકે, જાનહાનિ થઈ ન હતી. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...