તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રકમાં આગ:સુરેન્દ્રનગરના રાજસીતાપુર હાઈવે પર ઘઉં ભરોલો ટ્રક ભડભડ સળગી ઉઠતા અફડાતફડી મચી

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
સુરેન્દ્રનગરના રાજસીતાપુર હાઈવે પર ઘઉં ભરોલો ટ્રક ભડભડ સળગી ઉઠતા અફડાતફડી મચી
  • હાઈવે ઉપર રાત્રે 3 વાગ્યે અચાનક ટ્રકમાં આગ લાગતા રસ્તા પર વાહન ચાલકો અટવાયા

સુરેન્દ્રનગર રાજસીતાપુર હાઈવે પર ઘઉં ભરોલો ટ્રક ભડભડ સળગી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી. ટ્રકમાં આગ લાગી હોવાની સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી ટીમ ભારે જહેમત બાદ ટ્રક પર લાગેલી આગને કાબુમાં લેવાઈ હતી. આ ઘટનામાં સદભાગ્યે કોઇ જાનહાની ટળી હતી.

સદ્દનસીબે કોઈ જાનહાની થઇ ન હોવાથી લોકોએ રાહત મેળવી

સુરેન્દ્રનગર રાજસીતાપુર હાઈવે પર રાત્રે 3 વાગ્યાના સુમારે અંધારામાં ઘઉં ભરોલો ટ્રક ભડભડ સળગી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી. ટ્રકમાં આગ લાગી હોવાની સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી ટીમ ભારે જહેમત બાદ ટ્રક પર લાગેલી આગને કાબુમાં લેવાઈ હતી. સુરેન્દ્રનગર ફાયર ફાયટરો સમય સુચકતાની સાથે ઘટના સ્થળે પહોંચી યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરાતા મોટી દુર્ઘટના ટળી અને સદ્દનસીબે કોઈ જાનહાની થઇ ન હોવાથી લોકોએ રાહત મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...