બોર્ડ લગાવવા માંગ:સુરેન્દ્રનગર એસટી ડેપોમાં મગફળી ભરેલી ટ્રક ઘૂસી ગઈ

સુરેન્દ્રનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર બસ સ્ટેશનના ગેટમાં જ ભૂલથી મગફળી ભરેલું વાહન પ્રવેશ કરી ગયું હતું. - Divya Bhaskar
સુરેન્દ્રનગર બસ સ્ટેશનના ગેટમાં જ ભૂલથી મગફળી ભરેલું વાહન પ્રવેશ કરી ગયું હતું.
  • ડેપો બહાર સુરેન્દ્રનગર બસ સ્ટેશન છે તેવું બોર્ડ લગાવવા માગ

સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે 8 કરોડથી વધુના ખર્ચે નવુ એસટી બસ સ્ટેશન બનાવવામાં આવી રહ્યુ છે. હાલ જ્યારે ડેપોની અંદર જ છેવાડે પ્લેટફોર્મ સાથે હંગામી બસ સ્ટેશન ચાલુ હોવાથી મુસાફરો તેનો લાભ લઇ રહ્યાં છે. અને નવા બસ સ્ટેશની કામગીરીને લઇને બે ગેટમાંથી એક ગેટ બંધ કરી દેવાની સાથે એક ગેટ પર જ બસો અને મુસાફરો આવન-જાવન કરી રહ્યાં છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી આ બસ સ્ટેશનના ગેટ આગળ કે બહાર સુરેન્દ્રનગર બસ સ્ટેશન જેવુ કોઇ બોર્ડ ન હોવાથી મુસાફરો સહિતના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દૂર દૂરથી આવતા મુસાફરોને પણ બસ સ્ટેશન શોધવામાં ફાંફા મારવા પડે છે. તો બીજી તરફ આ બસ સ્ટેશન આગળ શહેરનો મુખ્ય માર્ગ પસાર થાય છે જેના ઉપર દિવસ રાત વાહનો દોડી રહ્યાં છે. પરંતુ માલસામાન ભરીને આવતા બહારના રાજયના વાહનચાલકો હવે ભૂલથી જ આ ગેટના વળાંકમાં જ વાહન ઘૂસાડી દે છે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય છે. આવા સમયે તા. 14 નવેમ્બરને રવિવારે મગફળી ભરેલુ વાહન વઢવાણના રસ્તા પરથી સુરેન્દ્રનગર તરફ આવી રહ્યો હતો.

પરંતુ વાહનચાલકે ભૂલથી જ બસ સ્ટેશનના ગેટમાં ટર્ન મારીને ઘૂસાડી દીધો હતો. ભૂલથી પ્રવેશ કરી ગયેલા વાહનોને મહામહેનતે બહાર કાઢીને તેના મૂળ સરનામા તરફ લોકો ધકેલવાનો પ્રયાસ કરે છે. ત્યારે જિલ્લાના મુખ્ય એવા બસ સ્ટેશન આગળ જ સુરેન્દ્રનગર બસ સ્ટેશન જેવુ બોર્ડ લાગવવામાં આવે તો અજાણ્યા વાહનચાલકો અને મુસાફરોને રાહત થાય તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...