પ્રાથમિક સુવિધાનો અભાવ:સુરેન્દ્રનગર રવિદાસ સર્કલ પાસે અનાજ ભરેલો ટ્રક ગટરમાં ફસાયો

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવા 80 ફૂટ રવિદાસજી સર્કલ પાસે અનાજ ભરેલો ટ્રક ગટરમાં ફસાઇ ગયો હતો. - Divya Bhaskar
નવા 80 ફૂટ રવિદાસજી સર્કલ પાસે અનાજ ભરેલો ટ્રક ગટરમાં ફસાઇ ગયો હતો.
  • ભૂગર્ભ ગટરનાં ખરાબ ઢાંકણાં-રસ્તાના કારણે વાહનો ફસાય છ

સુરેન્દ્રનગર -વઢવાણ શહેરના નવા 80 ફૂટ રોડ પર અનેક નવી સોસાયટીઓ સાથે વિસ્તાર દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે આ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જ્યારે મુખ્ય રસ્તા પર વારંવાર ખાડાઓ તેમજ ગટરોના ઢાંકણાઓ તૂટવાની ફરિયાદો ઉઠી રહી છે.

આ દરમિયાન બુધવારે નવા ૮૦ ફૂટ રવિદાસજી સર્કલ પાસે વહેલી સવારે અનાજ ભરેલો ટ્રક પસાર થઇ રહ્યો હતો. ત્યારે રસ્તા પર આવેલા ભૂર્ગભ ગટરના ઢાંકણા સહિત એકાએક ગટરમાં ટ્રક ફસાઇ જતા ચાલક મુશ્કેલીમાં મૂકાઇ ગયો હતો. અને ટ્રકની ડ્રાઇવર બાજુનો પાછળનો ટાયર સહિતનો ભાગ રોડની અંદર ઘૂસી ગયો હતો.

અને આ ટ્રક અંદાજે 8 કલાક થવા છતા બહાર નીકળી શકયો નથી. ત્યારે ક્રેનની મદદથી આ ટ્રકની બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું બહાર આવ્યું હતું. બીજી તરફ આ વિસ્તારના રસ્તાઓ પર વારંવાર નાના મોટા વાહનો ફસાઇ જવાના કારણે તંત્રની બેદરકારી ઊડીને આંખે વળગે છે તેવી લોકોમાં બૂમરાણ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...