તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવાંજલિ અર્પણ:હળવદમાં કોરોનાકાળમાં મૃત્યુ પામેલા 6 શિક્ષકોનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હળવદમાં કોરોનાકાળમાં મૃત્યુ પામેલા 6 શિક્ષકોનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો - Divya Bhaskar
હળવદમાં કોરોનાકાળમાં મૃત્યુ પામેલા 6 શિક્ષકોનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
  • હળવદ પે.સેન્ટર શાળા નંબર.7 ખાતે ભજન કીર્તનનું આયોજન કરાયું

સુરેન્દ્રનગરમાં ભાવાંજલિ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હળવદમાં કોરોનાકાળમાં મૃત્યુ પામેલા 6 શિક્ષકોનો શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. હળવદ પે.સેન્ટર શાળા નંબર.7 ખાતે ભજન કીર્તન અને ભાવાંજલિ અર્પણ કરવા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

ભજન કીર્તન સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

કોરોનાની બીજી લહેરમાં કેટલાય સગા સ્નેહીઓને આપણી નજરની સામે ગુમાવ્યા છે. જેમાં આ મહામારીમાં કોઈ બાકાત રહ્યું નથી. ત્યારે કોરોના મહામારીમાં હળવદ તાલુકાના જ છ શિક્ષકોના અવસાન થયેલા છે. તેમનાં આત્માનાં કલ્યાણ માટે હળવદ પે.સેન્ટર શાળા નંબર.7 ખાતે ભજન કીર્તન અને ભાવાંજલિ અર્પણ કરવા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

શિક્ષક મિત્રોએ હાજર રહી અવસાન પામેલા શિક્ષક મિત્રોને ભાવાંજલિ અર્પણ કરી

કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતનાં પ્રમુખ ચંદુભાઈ સિહોરા, જીલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવ ભાઈ સિણોજિયા, જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘનાં પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરીયા, તાલુકા સંઘના પ્રમુખ પ્રવિણભાઇ ધોળુ, મહામંત્રી ચતુરભાઈ પાટડીયા, શાળાના પ્રિન્સિપાલ અનિલભાઈ પટેલ તેમજ બહોળી સંખ્યામાં શિક્ષક મિત્રોએ હાજર રહી અવસાન પામેલા શિક્ષક મિત્રોને ભાવાંજલિ અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...