તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોવા જેવી થઈ:સુરેન્દ્રનગરમાં નકલી તેલ મામલે વિરોધ પ્રદર્શન કરવા ગયેલા આપના પ્રમુખને એક વેપારીએ કહ્યું-તમારી દુકાને ડિસ્કો તેલ વેચતા તેનું શું ?

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • વેપારીએ કહ્યું- પહેલા તમારા પ્રમુખને સુધારો,પછી બીજાને સુધારવા નીકળજો!
  • આપના પ્રમુખે વેપારીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા

સુરેન્દ્રનગરમાં નકલી ખાદ્યતેલનું ધૂમ વેચાણ થતું હોવાના આક્ષેપ સાથે બજારમાં વિરોધ કરવા ગયેલ આપના નેતાઓ પર એક વેપારીએ વળતો સવાલ કરતા નેતાઓએ ખુલાસાઓ આપવાની ફરજ પડી હતી. જો કે, સાથે ક્યાંકને ક્યાંક ખાદ્યતેલમાં વતે ઓછે અંશે ભેળસેળ થતી હોવાનું પણ ખુલ્લીને સામે આવ્યું હતું.

સુરેન્દ્રનગરની બજારમાં નકલી તેલનું માર્કેટમાં વેચાણ થઈ રહ્યું હોવાની માહિતીના પગલે આપના કાર્યકર્તાઓ બેનર સાથે બજારમાં ગયા હતા અને નકલી (ડિસ્કો)તેલનું વેચાણ બંધ કરવાની માગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં આપના જિલ્લા પ્રમુખ અને સંગઠન મંત્રી જોડાયા હતા.

આપના પ્રમુખ અને જિલ્લા પ્રભારી કમલેશ કોટેચા કાર્યકરો સાથે તેલના વેપારીઓની દુકાન પર જ્યારે ગાંધીગીરી કરી રહ્યા હતા ત્યારે જ એક વેપારીએ વળતો સવાલ કરી કહ્યું હતું કે, અત્યાર સુધી તમારી દુકાને ડિસ્કો તેલ વેચતા હતા તેનું શું? વેપારીએ તો ત્યાં સુધી કહીં દીધું કે તે તેલ હું જ આપતો હતો. વેપારીના આ આક્ષેપના કારણે આપના પ્રમુખે સ્થળ પર જ ખુલાસો કરવાની ફરજ પડી હતી.

વેપારીના આક્ષેપથી આપના કાર્યકરો ડઘાઈ ગયા હતા. પાર્ટીના જ નેતા સામે વેપારી તાડુકી ઉડ્યા અને કોઈને સુધરતા પેલા તમારી પાર્ટીના પ્રમુખને સુધારવાની સુફિયાણી સલાહ અને ગંભીર આક્ષેપ કરતા મામલો બીચક્યો હતો. વાઈરલ થઈ રહેલા વીડિયો પરથી એક વાત સમજી શકાય તેમ છે કે, સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલમાં વતેઓછે અંશે ભેળસેળ થઈ રહી છે. આ વીડિયો હાલ શહેરીજનોમાં ચર્ચાનું કેંદ્ર બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...