તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • A Tough Decision Was Taken In Morbi's Bilia Village Following The Transition Of Koro, People Coming From Outside Will Not Get Admission.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કોરોના સંક્રમણના પગલે મોરબીના બિલિયા ગામમાં આકરો નિર્ણય લેવાયો, બહારથી આવતા લોકોને નહીં મળે પ્રવેશ

સુરેન્દ્રનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શાકભાજી સહિતની ચીજવસ્તુઓની સુવિધા ગામમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવી
 • પોઝિટિવ કેસોની સંખ્યા વધતાં તકેદારીના ભાગરૂપે નિર્ણય લેવાયો

મોરબી તાલુકાના નાના એવા બિલિયા ગામમાં કોરોના સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા બહારથી આવતા લોકોને ગામમાં પ્રવેશબંધી ફરમાવી ગ્રામજનો માટે શાકભાજી સહિતની ચીજવસ્તુઓની સુવિધા ગામમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મોરબી જીલ્લાના બિલિયા ગામના સરપંચ કાંતિ પેથાપરાના જણાવ્યા મુજબ છેલ્લા અઠવાડિયા દસ દિવસમાં ગામમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધવા પામી છે. જેને પગલે બિલિયા ગ્રામ પંચાયત દ્વારા તકેદારીના ભાગરૂપે હાલમાં ગામમાં બહારથી આવતા લોકોને પ્રવેશવાની મનાઈ કરવામાં આવી છે.

વધુમાં બિલિયા ગામના ગ્રામજનોને શાકભાજી અને કરીયાણા સહિતની જીવનજરૂરી ચીજવસ્તુ સરળતાથી મળી રહે તે માટે શાકભાજી સહિતની વસ્તુઓ ગામમાં જ ઉપલબ્ધ કરાવી બહાર ગામથી આવતા સેલ્સમેન, ડિલિવરીમેનને ગામ બહારથી જ પોતાની સપ્લાય વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું તેમને ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો