તંત્ર દ્વારા કાર્યવાહી:સપ્ટેમ્બરમાં 2974 લોકો પાસેથી 12.41 લાખનો દંડ વસૂલાયો, 81 વાહન ડિટેઈન

સુરેન્દ્રનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
  • સુરેન્દ્રનગરમાં ટ્રાફિકનાં નિયમના ભંગમાં સપ્ટેમ્બરના દરેક દિવસમાં 99ને દંડ

સુરેન્દ્રનગર - વઢવાણ શહેરી વિસ્તારોમાં જુદા જુદા ટ્રાફિક નિયમના ભંગમાં સપ્ટેમ્બર-21માં 2974 લોકો દંડાયા હતા. આ લોકો પાસેથી 30 દિવસોમાં કુલ રૂ. 12,41,800નો દંડ વસૂલાયો હતો. આમ સપ્ટેમ્બરના દરેક દિવસોમાં 99 જેટલા લોકો નિયમોનો ભંગ કરતા જણાયા હતા.સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વિકટ બનતી જાય છે. આ પરિસ્થિતિને સુધારવા પોલીસતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા પોલીસવડા મહેન્દ્ર બગડિયાની સૂચનાથી શહેરી વિસ્તારોમાં ટ્રાફિક પીએસઆઈ સી.એ.એરવાડિયા સહિતની ટીમે ચેકિંગ સાથે કામગીરી કરી હતી.

જેમાં સુરેન્દ્રનગરના બહુચર હોટેલ, પતરવાળી, ટાવરચોક, જવાહરચોક, મુખ્ય બજાર, હેન્ડલૂમચોક, આંબેડકરનગર ચોક, રિવરફ્રન્ટ, જોરાવરનગર, રતનપર, બસ સ્ટેન્ડ તેમજ વઢવાણના ગેબનશાપીર સર્કલ, ધોળીપોળ, શિયાણીપોળ સહિતના મુખ્ય માર્ગો પર ચેકિંગ કરાતા 2021ના સપ્ટેમ્બર માસમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 2665 લોકો ધ્યાને આવતા તેને રૂ. 7,58,400નો દંડ કરાયો હતો. આ ઉપરાંત 81 વાહનચાલકના વાહન ડિટેઇન કરીને રૂ. 3,72,300 દંડ અને આરટીઓ દંડ 33,300 સહિત કુલ 4,05,300 વસૂલાયો હતો.

જ્યારે ટ્રાફિક અડચણરૂપ લારી-ગલ્લાના 104 લોકો સામે કાર્યવાહી કરીને રૂ. 10,400 અને માસ્ક ન પહેરનાર 65 લોકોને પણ રૂ. 65,000નો દંડ કરાયો હતો. જાહેરમાં તમાકુનું સેવન કરનાર 27 લોકો પાસેથી 2,700નો દંડ વસૂલાયો હતો. કેફી પીણુ પીને વાહન ચલાનાર 3, પૂરઝડપે-ભયજનક રીતે વાહન ચલાવનાર -5, ટ્રાફિક અડચણરૂપ લારી-વાહનના 24 લોકો સામે કેસ કરાયા હતા. આમ સપ્ટેમ્બર માસમાં કુલ 2974 લોકો નિયમોનો ભંગ કરતા રૂ. 12,41,800નો દંડ કરાયો હતો. પરિણામે આ માસના દરેક દિવસોમાં અંદાજે 99 લોકો નિયમોનો ભંગ કરતા ધ્યાને આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...