તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઝાલાવાડમાં જુગારના દરોડામાં કુલ 48 શખસ પકડાયા, સિટી વિસ્તારોમાંથી 34, સાયલાના ઢીકવાળીની સીમમાં 9, લખતરના ઢાકી-ઓળક રોડથી 2 શખસ ઝડપાયા

સુરેન્દ્રનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, સાયલા, લખતરના દરોડામાં 2.96 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં સાતમ-આઠમનો તહેવાર પત્યા બાદ પણ જુગારીઓ ગંજીપાના ટીપતા હોવાનું ધ્યાને આવતા પોલીસતંત્ર દ્વારા સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, સાયલા, લખતર સહિતના સ્થળોએ દરોડા પાડયા હતા. જેમાં 48 શખ્સોને રૂ. 2,96,090ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર સિટી પોલીસે ટીબી હોસ્પિટલ બાજુમાં રેડ કરતા જુગાર રમતા અરૂણ વાઘેલા, રોહીત સોલંકી, પ્રવિણ મકવાણા, હિતેષ વાઘેલા, હાર્દિક પરમાર, ખોડીદાસ મકવાણાને કુલ રૂ. 22750ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. આ દરોડામાં પીએસઆઈ વી.વી.ત્રિવેદી, ધનરાજસિંહ વાઘેલા, વિજયસિંહ ડોડીયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી. જ્યારે સુરેન્દ્રનગર કૃષ્ણનગર ભરતભાઈ નારાયણભાઈ વાઘેલાના રહેણાંક મકાનમાં રેડ કરતા વિશાલ વાઘેલા, સંજય તુરખીયા, જયેશ પરમાર, જગદીશ સાપરા,ચિરાગ ગોહીલ, નીખીલ કમેજળીયા, પીન્ટુ મીયાવલા, અરૂણ મીયાવલા, રમેશ ચૌહાણને રૂ. 20,400ના મુદામાલ સાથે પકડી લીધા હતા.

આ દરોડામાં અમીતભાઈ મહેતા, હારૂનભાઈ કુરેશી, કિશનભાઇ ભરવાડ વગેરે કામગીરી કરી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર પોપટપરા જુની હવેલીવાળી શેરીમાં આવેલ બળદેવભાઈ જીવરાજભાઇ જાદવના રહેણાંક મકાનમાં રેડ કરતા જુગાર રમતા બળદેવ જાદવ, હર્ષદ પરમાર, નીલેષ કણજરીયા, વિશાલ શેખ, અમીશ જાદવ, જયેશ મુંજપરા, સલીમ બેલીમને રૂ. 25,100ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડામાં નિકુલસિંહ પરમાર, વિજયસિંહ પરમાર, મહાવીરસિંહ બારડ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

જોરાવરનગર પોલીસ ટીમને પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રતનપર ઉમિયા ટાઉનશીપ-3માં દરોડો કર્યો હતો. જ્યાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા અરવિંદ રાતોજા,રણજીત મકવાણા, મહેન્દ્રસિંહ મોરી, મનસુખ નાકીયા, હેમુ બાવળીયાને ઝડપી પડાયા હતા.તેમની પાસેથી રોકડા 10,660, 2 મોબાઇલ સહિત રૂ.16,160નો મુદામાલ જપ્ત કરી જુગારધારા અંગે ગુનો નોંધાયો હતો.

ધાંગધ્રા : ધ્રાંગધ્રાની કબીર શેરીમાંથી જાહેરમાં જુગાર રમતા જયેશ દલવાડી, નવીન દલવાડી અને અંકિત રાજપૂતને ગુડદીપાસાનો જુગાર રમતા 11 હજારની રોકડ સાથે સીટી પોલીસે ઝડપી પાડી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વઢવાણ : વઢવાણ સતવારાપરા મઠીયાપરામાં નવઘણભાઈ ઇશ્વરભાઈ દલવાડીના મકાનમાં જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળતા રેડ કરી હતી. ત્યારે આ સ્થળેથી જુગાર રમતા નવઘણ ખાંદલા, નરેન્દ્ર ખાંદલા, હસમુખ ખાંદલા, જીતુ ખાંદલા, ભરત લકુમ, મહેશ ડાભી અને કલ્પેશ ખાંદલાને રૂ. 66,250 ની રોકડ સાથે ઝડપી લીધા હતા. આ રેડમાં પીએસઆઈ ડી.ડી.ચુડાસમા, પ્રદીપભાઈ, રણજીતસિંહ, પ્રદ્યુમસિંહ, રવિન્દ્રસિંહ, વિજયસિંહ, રાજદીપસિંહ વગેરે સ્ટાફે કામગીરી કરી હતી.

લખતર :લખતર તાલુકાના ઢાંકી વિસ્તારમાં લખતર પોલીસ પેટ્રોલીંગમાં હતી. ત્યારે તેઓને મળેલ બાતમીના આધારે ઢાંકી નર્મદા કેનાલના એન.સી.-26 પંપીંગ સ્ટેશનથી ઓળક જવાના કાચા માર્ગના ખરાબામાં રેડ કરતાં જાહેરમાં જુગાર રમતા કિશન રાણેવાડીયા તથા રામા બાવળીયાને રોકડ રૂ.1480 સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાયલામાં 1.32 લાખના મુદ્દામાલ સાથે 9 ઝડપાયા
સાયલાના ઢીકવાળી સીમમાં કુલદીપભાઇ અને દિલીપભાઇ ધજાળાવાળા બહારથી માણસો બોલાવીને ત્તીનપત્તીનો જુગાર રમાડતા હોવાની બાતમી મળતા ડીવાયએસપી સી.પી.મુંધવાના માર્ગદર્શન હેઠળ ધજાળા પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરા, ભરતભાઇ જીડીયા, મુનાભાઇ ચૌહાણ અને ભરતભાઇ માલકીયાએ રેડ કરતા ત્તીનપત્તીનો જુગાર રમતા કુલદીપ કરપડા, ભાભલુ ખાચર, વિજય સાપરા, ભગીરથ ખવડ, દુર્ગેશ ખાચર, પ્રદિપ ખાચર, બાવકુ ખાચર, ઉમેશ ઝાપડીયા,રાજુ ખવડને ઝડપી લીધા હતા, રૂ. 1,14,750ની રોકડ સાથે ઝડપાયેલા આરોપી પાસેથી 7 મોબાઇલ અને ઇલેકટ્રીક પંપ સહિત રૂ. 1,32,950ના મુદામાલ સાથે ગુનો દાખલ કરીને ધજાળાવાળા દિલીપ ખવડને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...