તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની મહામારી:સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કુલ 4796 કેસ તેમાંથી 2094 માત્ર એપ્રિલ મહિનામાં થયા

સુરેન્દ્રનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • મેના પહેલા દિવસે જ 116 કેસ અને 12 વ્યક્તિના મોત
 • માર્ચમાં માત્ર 114 કેસ અને 1 મોત હતાં, એપ્રિલમાં 143 લોકોએ જીવ ગુમાવ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં 2021ને માર્ચ મહિનાની સરખામણીએ એપ્રિલ મહિનો કોરોનાની મહામારીને લઇને આકરો સાબિત થયો હતો. કારણ કે, એપ્રિલ માસમાં જ 2094 જેટલા પોઝિટીવ કેસો તેમજ 143 લોકોના મોત થયા હતા. પરિણામે આ માસમાં મોતની સંખ્યામાં 143 ગણો તેમજ પોઝિટીવ કેસમાં 18 ગણો વધારો નોંધાયો હતો.જ્યારે તા. 1 મેને શનિવારે 116 લોકો કોરોનામાં સંક્રમિત થયા હતા અને 12 દર્દીના મોત નિપજ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની મહામારીના કારણે લોકો સાથે આરોગ્ય તંત્ર પણ હરકતમાં મૂકાઇ ગયુ છે. દિવસે દિવસે વધતા કેસોની તેમજ મોતની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે 2021ના માર્ચ મહિનામાં કુલ 114 કેસો પોઝિટીવ અને એકમાત્ર મોત નોંધાયુ હતુ.

જો કે, આ દિવસો દરમિયાન એકપણ કોરોનાગ્રસ્ત દર્દીને મુક્ત કરવામાં આવ્યો ન હતો. આ માસની તા. 26 તેમજ 28મીએ એમ બે દિવસ સૌથી વધુ એટલે કે 16 કેસો નોંધાયા હતા. અને તા. 13-3-21ના રોજ એકમાત્ર મોત થયુ હતુ. આમ માર્ચ મહિનો જિલ્લા માટે થોડો રાહતનો કોરોનાના રોગચાળાને લઇને રહ્યો હતો. પરંતુ 2021ને એપ્રિલની શરૂઆતમાં જ કોરોનાના કેસ એકાએક વધતા જોવા મળ્યા હતા. જેના કારણે આ માસની તા. 30મીએ સૌથી વધુ એટલે કે 167 લોકો એક જ દિવસમાં સંક્રમિત થયા હતા.

જ્યારે તા. 28 એપ્રિલને સૌથી વધુ એટલે કે એક જ દિવસમાં 13 લોકોના કોરોનાના કારણે મોત થયા હતુ. આમ માર્ચ મહિનાની સરખામણીએ એપ્રિલમાં કુલ 2094 પોઝિટીવ કેસો તેમજ 143 લોકોના મોત થયા હતા. પરિણામે એક માસમાં જ સુરેન્દ્રનગર જિલ્લામાં મોતની સંખ્યામાં 143 ગણો વધારો તેમજ પોઝિટીવ કેસની સંખ્યામાં 18 ગણો વધારો નોંધાયો હતો. બીજી તરફ 2021ને મે માસની શરૂઆતના દિવસે એટલે કે, તા. 1 મેને શનિવારે એક જ દિવસમાં 116 લોકો કોરોના પોઝિટીવ આવ્યા હતા.

જેમાં ચોટીલામાં-9, ચુડામાં-8, ધ્રાંગધ્રામાં 17, લખતરમાં -7, લીંબડીમાં -10, મૂળીમાં-10, પાટડીમાં-15, સાયલામાં 5, થાનગઢમાં-12 તેમજ વઢવાણમાં 23 કેસો પોઝિટીવ આવ્યા હતા. આ ઉપરાંત શનિવારે એક જ દિવસમાં 12 લોકોના કોરોનાના કારણે મોત થયા હતા. જેના કારણે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસો 5796 અને મોતની સંખ્યા 384 પર પહોંચી ગઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ જોતાં તંત્ર પણ હરકતમાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો