કોરોના અપડેટ:શનિવારે 312 લોકોના ટેસ્ટ થયા, કોરોનાનો કોઈ કેસ નહીં

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 296ને રસી અપાઈ : કુલ રસીકરણ 29.56 લાખ

જિલ્લામાં શનિવારે આરટી-પીસીઆરના-270 અને એન્ટિજનના-42 સહિત કુલ 312 વ્યક્તિના ટેસ્ટ કરાતાં એક પણ કેસ નોંધાયો ન હતો. જ્યારે આ દિવસે 296 લોકોએ રસી લેતા હાલ જિલ્લામાં રસીકરણનો આંક કુલ 29,56,917 પહોંચી ગયો હતો. જેમાં 14,56,994 પ્રથમ ડોઝ, 14,70,974 બીજો ડોઝ અને 28,949 બુસ્ટર ડોઝ લોકોએ લીધો હતો.

રસીકરણમાં કોવિશિલ્ડની 23,51,344 અને કોવેક્સિનની 5,75,705 અને કોબર વેક્સન રસીનો 29,868 ઉપયોગ કરવામાં આવ્યો હતો. જિલ્લાના 12 થી 14 વર્ષની વયના 29,868 અને 15 થી 17 વર્ષની ઉંમરના 2,29,373, 18થી 44ની વયના 17,16,349, 45થી 60ની ઉંમરના 6,14,776 તેમજ 60થી ઉપરની વયના 3,66,551 લોકોએ રસી મૂકાવી હતી. જેમાં 15,66,008 પુરુષો અને 13,61,455 મહિલાઓનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...