રસીકરણ:જિલ્લામાં શનિવારે 357 લોકોએ રસી લીધી, કુલ 29.93 લાખનું રસીકરણ

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં 14 મેએ 30 કેન્દ્ર પર 357 લોકોએ રસી લેતા કુલ 29,93,537 લોકોની રસીકરણ થયું હતું. જ્યારે આ દિવસે એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. અત્યાર સુધીમાં જિલ્લાના 14,61,290 લોકોએ પ્રથમ તેમજ 15,01,307 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 30,940 લોકોએ બુસ્ટર ડોઝ મૂકાવ્યો હતો.

જિલ્લાના કુલ રસીકરણમાં કોવિશિલ્ડની 23,64,528 અને કોવેક્સિનની 5,78,070 લોકોએ રસી લીધી હતી. જિલ્લામાં 12 થી 14 વર્ષના લોકોએ 50,939 કોબર વેક્સનની ડોઝ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...