કોરોના રસીકરણ:ગુરુવારે 14,995એ રસી મુકાવી કુલ રસીકરણ 20.23 લાખ

સુરેન્દ્રનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સુરેન્દ્રનગર જિલ્લામાં 18 નવેમ્બરે કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો. અને આ દિવસે રસીકરણના 67 કેન્દ્રો પર 14,995 લોકોએ રસી મૂકાવી હતી. પરિણામે અત્યાર સુધીમાં કુલ કુલ 20.23 લાખથી વધુ લોકોનું રસીકરણ થયું હતું. જ્યારે કુલ રસીકરણની સંખ્યામાં મહિલાઓ કરતા પુરૂષો અને ઉમરની કેટેગરીમાં 60 વર્ષના વડીલો કરતા 18થી 44 વયના યુવાનો વધુ જોડાતા અગ્રેસર રહ્યા છે.

જિલ્લાનો કુલ રસીકરણ આંક 20,23,061 પર પહોંચી ગયો છે. જેમાં પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 11,37,446 પર અને 8,85, 615 લોકોએ બંન્ને ડોઝ લીધા છે. આમ 2,51,831 લોકોને હજુ બીજો ડોઝ લેવાનો બાકી છે. જ્યારે જિલ્લામાં 10,70,252 પુરૂષો સામે 9,52,500 મહિલાઓેએ રસી મુકાવી છે. આમ પુરૂષોની સંખ્યા મહિલાઓ કરતા રસીકરણમાં વધુ જોવા મળે છે.

જ્યારે ઉમરના પ્રમાણે જોઇએતો 18થી 44ની વયના 12,14,616, 45થી 60ની વયના 5,06,818 અને 60થી ઉપરની ઉમરના 3,01,627 લોકોએ કોરોના વિરોધી રસી અત્યાર સુધીમાં મુકાવી છે. આમ ઉંમરના પ્રમાણમાં 18થી 44ની વયના લોકો 60 વર્ષની વયના જુથ કરતા રસીકરણમાં વધુ જોડાયા છે.આ તમામ લોકોના રસીકરણને માટે 17,94,594 કોવીડશીલ્ડ અને 2,28,457 કોવેક્સીન રસીના ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જિલ્લામાં તાજેતરમાં કોરોના કેસ સામે આવતા લોકોએ સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવાની હજુ પણ જરૂર છે.આ માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, વારંવાર હાથ ધોવા સહિત નિયમોનું પાલન હજુપણ આવશ્યક છે. જ્યારે રસીકરણ બાકી હોય તો વહેલી તકે પુર્ણ કરવુ પણ જરૂરી બન્યુ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તા.11 અને તા.12 એમ 2 કેસ આવ્યા હતા.ત્યારે ગુરૂવારે કુલ 1383 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા.જેમાં 1190 આરટીપીસીઆર, 193 એન્ટીજન ટેસ્ટ કરવામાંઆવ્યા હતા. પરંતુ તેમાંથી એક પણ નવો કોરોના કેસ સામે આવ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...