તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ધ્રાંગધ્રા, ચોટીલા તાલુકામાંથી કુલ 17 જુગારી ઝડપાયા, રૂ. 58,650નો મુદ્દામાલ જપ્ત કરાયો

સુરેન્દ્રનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી જુગારની બદીને નેસ્તોનાબુદ કરવાની સુચનાને લઇ ઠેરઠેર પોલીસ દરોડા કરાઇ રહ્યા છે.ત્યારે ગુરૂવારે ધ્રાંગધ્રા અને ચોટીલામાં જુગાર અંગે દરોડા કરાયા હતા. જેમાં કુલ 17 શખ્સોને રોકડ, મોબાઇલ સહિતના કુલ રૂ.58,650ના મુદામાલ સાથે ઝડપી પડાયા હતા. આ તમામ ઝડપાયેલા શખ્સો સામે જુગારધારા અંગે ગુનો નોંધાયો હતો.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની સુચનાને લઇ પોલીસ ટીમ જિલ્લા ભરમાં વધતી જુગારની બદીને નાબુદ કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે ગુરૂવારના રોજ ધ્રાંગધ્રાઅને ચોટીલામાં દરોડા કરાયા હતા જેની વિગત આ મુંજબ છે.

ધ્રાંગધ્રા ન ડીવાએસપી આર.બી.દેવધાની સૂચનાને લઈને સીટી પીઆઈ વાધેલાના માર્ગદર્શનમાં પીએસઆઈ આર.બી.ખરાડી, પરાક્રમસિંહ ઝાલા, હીતેષભાઈ પંડ્યા સહિત સ્ટાફેબાતમીના આધારે હળવદ રોડ પર ગુરૂકુળ પાસે મકાનમાં દરોડો કર્યો હતો. જ્યાં જુગાર રમતા ઘમેન્દ્ર સોમપુરા. જીગ્નેશ સોની, રોહિત સોમપુરા, ભાવેશ સોમપુરા, પ્રિતેશ પાઠક. દેવેન્દ્ર સોમપુરા, અજીત સોમપુરા, મયક સોમપુરા. રમેશ સોમપુરા, કાર્તીક સોમપુરાને ઝડપી લીધા હતા.

તેમની પાસેજી 16 હજાર રોકડા, 8 મોબાઇલ સહીત કુલ 40 હજારનો મુદામાલ જપ્ત કરાયો હતો.જ્યારે અન્યએક દરોડો ચોટીલા પોલીસે કુંભારા ગામમાં કેટલાક લોકો જાહેરમા લાઈટના અજવાળે રૂપિયાની હારજીતનો જુગાર રમતા હોવાની હકિકતના આધારે કર્યો હતો. જ્યાંથી ટીના સારોલાના ઘરની બાજુમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે બજારમાં જુગાર રમતા ટીનાભાઇ તેમજ , ભરત ઉર્ફે પીન્ટુ સારોલા, બાબુ સારોલા, જયંતી મગવાનીયા, રવી સારોલા, જયંતી સારોલા, મહેશ વાટીયાને 18,650 સાથે પકડી પાડ્યા હતા. આ તમામ પકડાયેલા શખ્સો સામે જુગારધારા અંગે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...