વેક્સિનેશન:સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે 4652 સાથે કુલ 12.33 લાખ લોકોનું રસીકરણ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હળવદ શહેરમાં 75 ટકા, ગ્રામ્યમાં 64 વેક્સિનેશન

સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે 67 કેન્દ્ર પર રસીકરણમાં 4652એ રસી મૂકાવી હતી. જેના કારણે જિલ્લામાં 6.50 લાખ પુરૂષો અને 5.82 લાખ મહિલાઓ સહિત કુલ 12.33 લાખ લોકોનું રસીણકર થયુ હતુ.

બુધવારે 4652 લોકોએ રસીનો લાભ લેતા કુલ 6,50,463 પુરૂષો, 5,82,457 મહિલાઓ રસી મૂકાવી હતી. કુલ રસીકરણમાં 9,64,604 પ્રથમ અને 2,68,509 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જેમાં કોવિશિલ્ડની 10,86,022 તેમજ કોવેક્સિનની 1,47,091 રસીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કુલ રસીકરણમાં જિલ્લાના 18-44 વયના 6,59,520, 45-60ની ઉંમરના 3,46,448 તેમજ 60થી ઉપરની વયના 2,27,145એ રસી મૂકાવી હતી.

હળવદ તાલુકાના પાંડાતીરથ ગામમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરાઈ હતી. આ અંગે પાંડાતીરથ ગ્રામ પંચાયતના સરપંચ ભાવનાબા ગુલાબજી અશ્વારએ જણાવ્યું કે અમારા ગામમાં 1276 જેટલી વસ્તી છે. દરેક સમાજના અગ્રણીઓના સાથ સહકારથી અમારા ગામમાં વેક્સિનેશનની કામગીરી સો ટકા પૂર્ણ થઇ છે. આ કામગીરીમાં ગ્રામ પંચાયતના તલાટી મંત્રી મહિપતસિંહ જાદવ, આંગણવાડી સંચાલક જાગુબેન સાધુ, આશાવર્કર જોશનાબેન સહિતનાઓનો પણ સારો એવો સહયોગ મળ્યો છે. જેના થકી અમારું ગામ સો ટકા વેક્સિનેશન થયું છે.

અન્ય સમાચારો પણ છે...