રસીકરણ:15,000 રસીનો ડોઝ આવતાં જિલ્લામાં મંગળવારે 10878એ રસી લીધી

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુલ 12,24,965 લોકોનું રસીકરણ

સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારે 67 કેન્દ્રો પર રસીકરણમાં 10878 લોકોએ રસી મૂકાવી હતી. જેના કારણે જિલ્લામાં કુલ 12,24,965 લોકોનું રસીકરણ થયુ હતુ. જેમાં 9.62 લાખ પ્રથમ તેમજ 2.62 લાખ લોકોએ બીજો ડોઝ લીધો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી રસીની અછતના કારણે તંત્ર સાથે લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવી પડ્યો હતો. ત્યારે તા. 14 સપ્ટેમ્બરને મંગળવારે જિલ્લા માટે 15,000 રસીનો સ્ટોક આવ્યો હતો. આથી આ દિવસે જિલ્લાના 67 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરાતા સાંજના 5 કલાક સુધીમાં 10878 લોકોએ રસી મૂકાવી હતી.

જિલ્લામાં 9,62,349 પ્રથમ અને 2,62,616 બીજા ડોઝ સાથે અત્યાર સુધીમાં કુલ 12,24,965 લોકોનું રસીકરણ થયુ હતુ. જેમાં 6,46,183 પુરૂષો અને 5,78,038 મહિલાઓનો સમાવેશ થાય છે. જિલ્લાના કુલ રસીકરણમાં કોવિશિલ્ડની 10,78,038 અને કોવેક્સિનની 1,46,927 રસીનો ઉપયોગ થતા 18-44ની ઉંમરના 6,53,607, 45-60ની વયના 3,44,922 તેમજ 60થી ઉપરની ઉંમરના 2,26,436 લોકોએ રસી મૂકાવી હતી.

18-44 વયના 7977એ રસી મૂકાવી
સમયપ્રથમબીજો18-4445-6060થી ઉપરકુલ
10121641233023176
11120906746192881026
12396173615214261852132
1504168915884261822193
2363120211672751231565
346694710422691021413
456977110072201131340
5387646783192581033
કુલ281780617977203087410878
અન્ય સમાચારો પણ છે...