પાટડી વર્ણીન્દ્રધામ ખાતે ત્રણ દિવસ સુધી ભવ્ય મંગલ મહોત્સવની ઉજવણી કરવામા આવી હતી. જેમાં નિત્ય મહાઅભિષેક દરરોજ સવારે 5 વાગ્યાથી 7 સુધી રહેશે. પ્રથમ દિવસે 500 લીટર દૂધ, બીજા દિવસે 500 ફૂલની પાંખડીનો અભિષેક કરવામાં આવશે. જ્યારે ત્રીજા દિવસે વિવિધ રંગો થી અભિષેક થશે. વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ દ્વારા ઠાકોરજીનું પૂજન કરવામાં આવશે.
જે અંતર્ગત મહોત્સવના ત્રણ દિવસ દરમિયાન અનેકવિધ સામગ્રીથી સંતો ભક્તો દ્વારા તુલસીદલ ,પુષ્પ પાંખડી ,તથા ચરણ અભિષેક દ્વારા એક એક શ્લોક ઉપર પૂજન કરવામાં આવશે.
જલાભિષેકયાગ
25 કુંડી જલાભિષેકમાં સંતો ભક્તો દ્વારા સ્વામીનારાયણ મહામંત્રના ગાન સાથે કેસર જળથી ભગવાનનો અભિષેક થશે.
હોમાત્મક યાગ
યજ્ઞશાળામાં સંતો ભક્તો દ્વારા સ્વામીનારાયણ મહામંત્રના ગાન સાથે લાખો આહુતિ આપવામાં આવશે.
ભવ્ય હિંડોળા દર્શન
કાર્યક્રમ 7 તારીખે રાત્રે 6 વાગ્યેથી ના ભૂતો એવો જોવા માનવા લાયક હોલિકા દહન. મંદિરની મહાનીરાજન આરતી તથા વર્ણીન્દ્રધામના પંચમવાર્ષિક પાટોત્સવ ની ભવ્ય ઉજવણી, સ્ટેજ પ્રોગ્રામ, રાસોત્સવ. કાર્યક્રમ 8 તારીખે રાત્રે 7.30 વાગ્યેથી, પુષ્પદોલોત્સવ, ભવ્ય રંગોત્સવ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.