કાર્યવાહી:સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પરથી વિદેશી દારૂના જથ્થા સાથે ટેન્કર ઝડપાયું, કુલ રૂ. 36.21 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પરથી વિદેશી દારૂના જથ્થા સાથે ટેન્કર ઝડપાયું, કુલ રૂ. 36.21 લાખનો મુદ્દામાલ જપ્ત - Divya Bhaskar
સુરેન્દ્રનગરના માલવણ હાઇવે પરથી વિદેશી દારૂના જથ્થા સાથે ટેન્કર ઝડપાયું, કુલ રૂ. 36.21 લાખનો મુદ્દામાલ જપ્ત
  • લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની 6948 બોટલ અને ટેન્કર સાથે એક શખ્શને ઝબ્બે કર્યો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી માલવણ હાઇવે પર આવેલી આલીશાન હોટલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ટેન્કર ઝડપી પાડ્યું હતુ. આ દરોડામાં પોલીસે વિદેશી દારૂની 6948 બોટલો અને ટેન્કર મળી રૂ. 36.21 લાખના મુદામાલ સાથે એક શખ્શને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.

રાજસ્થાનથી ઝાલાવાડ પથંકમાં દારૂ ઘૂસાડવાની પેરવીનો અવારનવાર પોલિસ દ્વારા પર્દાફાશ કરવામાં આવે છે. જેમાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ડી.એમ.ઢોલને મળેલી બાતમીના આધારે એક છીંકણી કલરના ટાટા કંપનીના ટેન્કર ( સીમેન્ટનું બન્કર ) (નંબર RJ-04-GB-9876)ના ચાલકે પોતાના બન્કરમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ કચ્છ હાઇવે પર માલવણ પર આલીશાન હોટલ નજીકથી નીકળતા ઝબ્બે કર્યુ હતુ.

આરોપી ચાલક માલારામ વાધારામ ભીસર ( જાતે જાટ ) (ઉંમર વર્ષ- 25, રહે- રાણીગાવ કલાન, તા.જી.બાડમેર રાજસ્થાન)ને ટેન્કરમાં મેકડોલ્સ નં- 1 સુપિરીયર વ્હિસ્કી ઓરીજીનલ 750 એમએલની બોટલો નંગ- 6948, કિંમત રૂ. 26 લાખ પાંચ હજાર તથા ટેન્કર ( સીમેન્ટનું બન્કર ) કિંમત રૂ. 10 લાખ તથા મોબાઇલ નંગ- 1, કિંમત રૂ. પાંચ હજાર તથા રોકડા રૂ. 11 હજાર 260 મળી કુલ રૂ. 36 લાખ 21 હજાર 760ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યોં હતો.

આ વિદેશી દારૂનો જથ્થો ગીરધરસીંગ હુકમસીંગ સોંઢા (રહે- જસાઇ, તા.જી.- બાડમેર રાજસ્થાન)વાળાએ હરીયાણા રોહતક ખાતેથી ભરાવી વેચાણ કટીંગ અર્થે ગુજરાત રાજ્યમાં મોકલાવતા બજાણા પોલિસ મથકે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ વી.એન.જાડેજા ચલાવી રહ્યાં છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના આ દરોડામાં પીઆઇ ડી.એમ.ઢોલ, પીએસઆઇ વી.આર.જાડેજા, રૂતુરાજસિંહ, હિતેશભાઇ, અનિરુદ્ધસિંહ, કુલદિપસિંહ, સંજયભાઇ અને જયેન્દ્રસિંહ સહિત સુરેન્દ્રનગર એલસીબીનો સ્ટાફ સાથે હતો.

અન્ય સમાચારો પણ છે...