કામગીરી પૂર્ણ કરવા માગ:ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે ગાર્ડન પ્રોજેક્ટનો સરવે હાથ ધરવામાં આવ્યો

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લા કલેકટર કચેરીમાં લેખિત રજૂઆત કરાઇ હતી. - Divya Bhaskar
જિલ્લા કલેકટર કચેરીમાં લેખિત રજૂઆત કરાઇ હતી.
  • સર્વેની કામગીરી કલેક્ટરની દેખરેખમાં કરાવવા માંગ કરવામાં આવી
  • 7 વર્ષ પહેલા​​​​​​​ ગાર્ડન બનાવવાની મંજૂરી મળી પણ હજુ સુધી કોઇ કાર્યવાહી ન થઈ નથી

સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ સ્થિત ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે હતો. જેમા 7 વર્ષ પહેલા મંદિરના સાનિધ્યમાં ગાર્ડન બનાવવાની મંજૂરી મળી પણ હજુ સુધી કોઇ કાર્યવાહી ન થઈ નથી. હાલ ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે ગાર્ડન માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. હાથી મંદિર ટ્રસ્ટને શહેરની જુદી-જુદી વેપારી સંસ્થાઓએ કલેકટર કચેરીમાં લેખિત આભાર વ્યક્ત કર્યો હતો.

સુરેન્દ્રનગર ધોળેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રવિણસિંહ ઝાલા, ઝાલાવાડ ફેડરેશન ટ્રસ્ટ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, વેપારી મંડળ, કાપડ વેપારી એસોસીએશન, ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સંસ્થાઓએ કલેકટર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર માં આવેલા ધોળી ધજા ડેમ નર્મદા પાણી ભળતા હાલ સૌરાષ્ટ્રનું પાણીયારુ બન્યું છે.

અહીં આવેલા ધોળેશ્વર મહાદેવ મંદિરે સાત વર્ષ પહેલા 23-10-2017ના દિવસે ગાર્ડન બનાવવા માટે સિદ્ધાંતિક મંજૂરી મળી હતી.પરંતુ કોઇ કારણોસર ખાતમુરત થઈ શક્યું નહોતું પરંતુ હાલ આ મંદિરની પાસે જ ગાર્ડન બનાવવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો આ કલેક્ટરની દેખરેખમાં કાર્ય કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓને એક સારામાં સારું પર્યટક સ્થળ મળી શકે તેમ છે.સાથે સર્વેની કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...