તૃતીય આરોહણ-અવરોહણ સ્પર્ધા:ચોટીલા ખાતે આવતીકાલે રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડુંગર ખાતે રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. આવતી કાલ તા. 4/1/23ના રોજ આ આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. જેમાં સ્પર્ધકોએ તા. 3/1/23ના રોજ સાંજે 4 કલાક સુધીમાં રિપોર્ટીંગ કરવાનું રહેશે.

સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીના જણાવ્યાં પ્રમાણે, ગુજરાત રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે તા. ગાંધીનગર 4/1/23ના રોજ તૃતીય રાજ્યકક્ષા ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા 2022-23નુ આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત સમય મર્યાદામાં અરજી કરેલ અને જરૂરી પાત્રતા ધરાવતા ગુજરાત રાજ્યના તમામ જુનિયર (ભાઈઓ બહેનો) સ્પર્ધકોએ તા.3/1/23ના રોજ સાંજે 4 કલાક સુધીમાં રિપોર્ટીંગ સ્થળ ચોટીલા ટ્રસ્ટ નિવાસ, ચોટીલા તળેટી ખાતે રિપોર્ટીંગ કરાવવાનું રહેશે. તા. 4/1/23ના રોજ સવારે 7 ક્લાકે આ સ્પર્ધા યોજાશે. આ માટે સ્પર્ધકોએ સ્પર્ધા સ્થળ-ચોટીલા પર્વત તળેટી ખાતે સવારે 6.30 કલાકે હાજર થવાનું રહેશે તેમ વધુમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...