કાર્યવાહી:જિલ્લામાં ઓગસ્ટ, સપ્ટેબર દરમિયાન ખાસ મતદાર યાદી સુધારણા હાથ ધરાશે

સુરેન્દ્રનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતદારો જે મતદાન મથકે મતદાન કરે છે તે જ મથકે અધિકારીની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાશે

સુરેન્દ્રનગર જિલ્લાના કોઇ પણ મતદારો મતદાનથી વંચિત ન રહી જાય માટે તંત્ર દ્વારા ખાસ મતદાર યાદી સુધારતા અભિયાન હાથ ધરાશે. જેમાં ઓગસ્ટ અને સપ્ટેબર મહિનાના 4 રવિવારના રોજ દરમિયાન જિલ્લાભરમાં ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આગામી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ દોડધામ શરૂ કરી છે. ત્યારે ચૂંટણી દરમિયાન ઘણા મતદારોને સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે કોઇ પણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે.

જે અન્વયે ઓગસ્ટ માસની તા.21-8-2022 અને 28-8-2022 તથા સપ્ટેબર માસની તા.4-9-2022 અને તા.11-9-2022 દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ 2022 હાથ ધરવામાં આવશે. આથી જે મતદારો જે મતદાન મથકે મતદાન કરે છે. તેજ મથકે બીએલઓ કક્ષાના અધિકારીની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાશે. જેમાં 1-1-2022ના રોજ 18 વર્ષ પૂરા થતા હોય તેવા યુવા મતદારોના નામ નોંધણી, જે મતદારોએ તાજેતરમાં રહેઠાણ બદલ્યુ હોય તો સરનામામાં ફેરફાર, મતદાર ઓળખ પત્રમાં વિગતમાં કોઇ ભૂલ હોય તો તેમાં સુધારો કરવો સહિત કરાવી શકાશે.

ઉપરાંત જે લોકોના લગ્ન થવાથી ક. અવસાન થવાથી સરનામામાં ફેરફાર, અટકમાં સુધારો ફોટો બદલવો સહિત મતદાર સુવિધા કેન્દ્ર અથવા બીએલઓનો સંપર્કકરી કરાવી શકાશે.સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલા મતદાન કેન્દ્રોની સંખ્યા 1542 હતી. જેમાં લીંબડી વિધાનસભા બેઠકમાં 1 કેન્દ્રનો વધારો થશે.

ઓનલાઇન સુધારા-વધારા પણ કરી શકાશે
સુરેન્દ્રનગર જિલ્લાના મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં ડિજિટલ માધ્યમથી પણ થાય તેવી સુવિધા અપાઇ છે. જેમાં વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ્લીકેશન ડાઉનલોડ કરી અરજી કરી શકાશે. આ ઉપરાંત www.voterportel.eci.gov.in અને www.nsvp.in પર આ સુવિધા મળશે. જ્યારે વધુ માહિતી માટે લોકો 1950 હેલ્પલાઇન પણ ઉપયોગ કરી શકે છે.

મતદારો મોબાઇલથી ECI(SPACE) મતદારનો ઓળખપત્ર નંબર લખી 1950 નંબરપર એસએમએસ મોકલવાથી મતદાર યાદીમાંથી વિગતો જાણી શકાશે તેજ પ્રમાણે ESICONTACT(SPACE)મતદારનો ઓળખપત્ર નંબર લખી 1950 પર મોકલવાથી વિસ્તારના બુથ લેવલ અધિકારીની વિગતો જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...