અકાળે મોત:ધ્રાંગધ્રાના સતાપરમાં ઝેરી જનાવરે દંશ દેતા સાત વર્ષની માસૂમ બાળકીનું મોત

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવી હતા જ્યાં તેનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સતાપરમાં ઝેરી જનાવરે દંશ દેતા સાત વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું. જેમ‍ાં વાડીમાં સૂતેલી પાયલ નામની બાળકીને ઝેરી જાનવરે દંશ દેતા સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
ઝેરી જનાવરે દંશ દેતાં બેભાન થઈ ઢળી પડી હતી
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સતાપર ગામે વાડીએ સુતેલી સાત વર્ષની બાળકીને ઝેરી જનાવરે દંશ દેતાં રાજકોટ સિવિલે સારવારમાં મોત થયું હતું. આ ઘટના અંગેની પ્રાપ્ત વિગત અનુસાર, ધ્રાંગધ્રા તાલુકાના સતાપર ગામની સીમ વિસ્તારમાં રહેતા દુલશનભાઈ ગાત્રોડિયા પરિવાર સાથે ગત રાત્રીના ઓરડીમાં સુતા હતા. ત્યારે બાજુમાં સુતેલી તેની સાત વર્ષની પુત્રી પાયલને ઓરડીમાં ઘુસેલા ઝેરી જનાવરે દંશ દેતાં બેભાન થઈ ઢળી પડી હતી.
​​​​​​​બાળકીના અકાળે મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો
જેને પ્રથમ સુરેન્દ્રનગર હોસ્પિટલમાં અને બાદમાં અત્રેની રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડતાં સારવારમાં તેનુ કમકમાટીભર્યું મોત થયું હતું. આ ગોઝારા બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ધ્રાંગધ્રા પોલીસને જાણ કરી હતી. વધુમાં મૃતક ત્રણ ભાઈ બહેનમાં નાની હતી. જેના અકાળે મોતથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...