તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:હળવદના શક્તિનગર નજીક કારચાલકે બાઈક પર સવાર ત્રણ યુવાનોને અડફેટે લેતાં ગંભીર અકસ્માત થયો

સુરેન્દ્રનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
હળવદના શક્તિનગર નજીક કારચાલકે બાઈક પર સવાર ત્રણ યુવાનોને અડફેટે લેતાં ગંભીર અકસ્માત થયો - Divya Bhaskar
હળવદના શક્તિનગર નજીક કારચાલકે બાઈક પર સવાર ત્રણ યુવાનોને અડફેટે લેતાં ગંભીર અકસ્માત થયો
 • બાઈકમાં સવાર ત્રણેય યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

હળવદ તાલુકાના શક્તિનગર ગામ નજીક હાઇવે પર અજાણ્યા કારચાલકે બાઈક પર સવાર ત્રણ યુવાનોને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાથે જ અકસ્માત સર્જી કારચાલક નાસી છુટયો હતો. જ્યારે બાઈકમાં સવા ત્રણ યુવાનોને ઈજાઓ પહોંચતા સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જોકે ત્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

યુવાનોને સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા

હળવદ તાલુકાના જુના ઈશનપુર ગામે રહેતા વિજયભાઈ ધીરુભાઈ ઉંમર વર્ષ 22, વિજયભાઈ નાગરભાઈ ઉંમર વર્ષ 30 અને રાયસંગભાઈ ઉંમર વર્ષ 28 ત્રણેય યુવાનો બાઈક પર શક્તિનગર પાસેથી પસાર થતાં હાઇવે પર જઇ રહ્યાં હતા. ત્યારે અજાણ્યા કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાઈકમાં સવાર ત્રણેય યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જો કે ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર કૌશલ પટેલે જણાવ્યું હતું.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ અકસ્માત સર્જી અજાણ્યો કાર ચાલક ફરાર થઈ ગયો છે. હાલ પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો