સર્ચ ઓપરેશન:રામપરામાં દેખાયેલા દીપડાને શોધવા માટે ફોરેસ્ટ ટીમનું સર્ચ ઓપરેશન

સુરેન્દ્રનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ રામપરાથી ફુલગ્રામ વિસ્તારની સીમમાં ફોરેસ્ટ વિભાગ ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. - Divya Bhaskar
વઢવાણ રામપરાથી ફુલગ્રામ વિસ્તારની સીમમાં ફોરેસ્ટ વિભાગ ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.
  • ચોક્કસ લોકેશન મળ્યા બાદ પાંજરું મુકાશે : આરએફઓ
  • દીપડો રાત્રે જ ફરતો​​​​​​​ હોવાથી હજુ સુધી કોઇને જોવા મળતો નથી

વઢવાણના રામપુરા ગામની સીમમાં દેખાયા બાદ દીપડો કોઇ અન્યને જોવા ન મળતા ફોરેસ્ટ વિભાગ ટીમે તેના સગડ મેળવવા દોડધામ હાથ ધરી છે.જેમાં રામરામી ફૂલગ્રામ સીમ સુધી ટીમે સર્ચ ઓપરેશન કર્યુ હતુ.જેમાં હજુ દીપડો કયા છે તેની વિગતો ફોરેસ્ટ ની ટીમને મળી નથી. વઢવાણના રામપુરા ગામની સીમમાં ખેડૂતોને કપડાના પગના નિશાન અને મારણ કર્યાના આધારે ફોરેસ્ટ વિભાગે રામપુરા ગામે ધા મા નાખ્યા છે. શુક્રવારના રોજ ફરી ફોરેસ્ટ વિભાગની ટીમે કપડાના સગડ મેળવવા માટે રામપુરા ગામની સીમ વિસ્તારની શરૂ કરી ફૂલગ્રામ સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.

પરંતુ સાંજ સુધી કોઇ સગડ કપડાના મળ્યા ન હતા. આ અંગે આરએફઓ મનુભાઇ મેયરે જણાવ્યુ કે રામપુરા ગામ સીમમાં પગના નીશાનો મળ્યા પછી આ દીપડો કોઇને દેખાવાનો બનાવ સામે આવ્યો નથી. હાલ આસપાસ ગ્રામજનોને પુછપરથ કરી છે દીપડો રાત્રી દરમિયાન નિકળતા હોવાથી કોઇને ધ્યાને આવ્યો ન હોઇ શકે.દિપડાને જળનોસ્ત્રોત, વંશવિસ્તાર વધુ અનુકાળ આવે છે.

હાલ પાંજર તૈયાર છે પરંતુ કોઇ સગડ મળે તો ત્યાં મુકવામાં આવશે. પગના નીશાનો પરથી બેથી અઢી વર્ષનું પુખ્ત વય નો દીપડો લાગે છે ભુંડ અને શ્વાન જેવા નાના પ્રાણીઓનો શિકાર કર્યો હોવાથી હજુ પટાકો શિકારી હોય તેમ લાગતું નથી.જ્યારે આસપાસના ગ્રામજનોને વાડી વિસ્તારમાં રાત્રી દરમિયાન બહાર ન સુવા અને નાના બાળકોનું ધ્યાન રાખવા માટે સમજ અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...