વાવેતર:5 વર્ષમાં કપાસનું વિક્રમી 4 લાખથી વધુ હેક્ટરમાં વાવેતર કુલ વાવેતરમાં 68 ટકા જમીનમાં માત્ર કપાસનું જ વાવેતર

સુરેન્દ્રનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં કપાસનું વિક્રમી વાવેતર. - Divya Bhaskar
જિલ્લામાં કપાસનું વિક્રમી વાવેતર.
  • સૌથી વધુ ધ્રાંગધ્રા તાલુકામાં, સૌથી ઓછું થાનમાં વાવેતર: સારા ભાવની આશાએ કપાસનું વધુ વાવેતર કરાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને ચોમાસાની સિઝનમાં સૌથી વધુ કપાસનું વાવેતર કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે છેલ્લા 5 વર્ષના કપાસના વાવેતરમાં સૌથી વિક્રમી 4.05 લાખ હેક્ટરમાં માત્ર કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જો વાતાવરણ સારું રહ્યું તો આ વખતે કપાસનું ખૂબ સારા પ્રમાણમાં ઉત્પાદન થવાની આશા છે.

સુરેન્દ્રનગર જિલ્લો કપાસના ઉત્પાદનમાં રાજ્યમાં મોખરે છે. અહીંયાની જમીન અને વાતાવરણ કપાસના પાક માટે ખૂબ અનૂકુળ હોવાને કારણે લાંબા રેસાનો કપાસ જિલ્લામાં થાય છે. આથી જ જિલ્લાના કપાસની માગ અન્ય રાજ્યોમાં પણ ખૂબ સારી રહે છે. જિલ્લામાં કુલ 6,24,546 લાખ હેક્ટર જમીન વાવેતર લાયક છે. જે પૈકી 5,98,859 જમીનમાં કુલ ચોમાસું વાવેતર થયું છે.

તેમાં 4.05 લાખથી વધુ હેક્ટરમાં માત્ર કપાસના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વાવેતર છેલ્લા 5 વર્ષના કપાસના વાવેતરમાં સૌથી વધુ છે. આમ જિલ્લામાં કુલ જે વાવેતર કરવામાં આવ્યું છે તેની ટકાવારી જોઇએ તો 68 ટકા વાવેતર એક માત્ર કપાસનું જ થયું છે. જેમાં સૌથીવધુ ધ્રાંગધ્રા તાલુકામાં વાવેતર થયું છે. સૌથી ઓછું થાન તાલુકામાં વાવેતર કરવામાં આવ્યું છે.

જમીન કપાસના વાવેતર માટે ઉત્તમ
જિલ્લાની જમીન કપાસના વાવેતર માટે ઉત્તમ છે. આથી જ આપણા કપાસની માગ સારી રહે છે. આ વખતે કપાસનું જે વિક્રમી વાવેતર થયું છે તેની પાછળ ખેડૂતોને સારા ભાવ આવવાની આશા છે. અમુક વિસ્તારને બાદ કરતા રોગ પણ ઓછો છે. ધીમી ધારે પડેલો વરસાદ કપાસ માટે સારો સાબિત થયો છે. થોડા દિવસો બાદ વરસાદ થાય તો ખેડૂતો ખાતરનો બાકીનો ડોઝ આપશે. જેથી કપાસ વધુ મજબૂત બની શકે છે. > જનકભાઇ કલોત્રા, નિવૃત્ત ખેતીવાડી અધિકારી

ભાવ સારા રહે તો મહેનત ફળે
જિલ્લાના ખેડૂતો કાળી મજૂરી અને મોટો ખર્ચ કરીને કપાસનું વાવેતર કરી રહ્યા છે. જો કપાસના સારા ભાવ આવે તો ખેડૂતોને ફાયદો થઇ શકે છે. પરંતુ જ્યારે ખેડૂતો પાસે કપાસ હોતો નથી ત્યારે કપાસના ભાવ સારો બોલાય છે પરંતુ જેવો ખેડૂતો પાસે કપાસ આવે કે ભાવ ગગડી જાય છે. આમ ખેડૂતો પાસે કપાસ આવે ત્યારે ભાવ સારા રહે તો જ ખેડૂતોને ફાયદો થાય તેમ છે. > મુકુંદભાઇ પટેલ, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...