યુવાનનું કમકમાટીભર્યું મોત:ચુડાના દરોદ ગામે ભારે વરસાદને કારણે કાચુ મકાન ધરાશાયી થતા યુવાનનું હૃદયદ્રાવક મોત

સુરેન્દ્રનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્તોને નજીકમાં આવેલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાનાં દરોદ ગામે ભારે વરસાદ બાદ દિવાલ ધરાશાયી થતાં યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જેમાં ગત રાત્રે વરસાદ પડી રહ્યો હતો ત્યારે દરોદ ગામના દેવીપુજકનું મકાન ધરાશાયી થયું હતુ અને આ ગોઝારી ઘટના બની હતી.

મૃતક
મૃતક

ઈજાગ્રસ્તોને નજીકમાં આવેલી હોસ્પિટલમાં ખસેડાયા
સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના દરોદ ગામના દેવીપુજકનું મકાન ધરાશાયી થતાં ગામના લોકોએ એકઠા થઇને દેવીપુજકનાં પરિવારના સદસ્યોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા તેમને નજીકમાં આવેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં એક વ્યક્તિનું ધટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.

એક વ્યક્તિનું ધટના સ્થળે મોત
સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના દરોદ ગામ ખાતે મોડી રાત્રે ગામના એક દેવીપુજકનું મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું ધટના સ્થળે મોત નિપજ્યું હતુ. જો કે, સરકાર દ્વારા કાચા મકાનો નવુ ચણતર કામ કરી પાકુ બનાવવા માટે કેટલી બધી યોજનાઓ આવતી હોય છે. પરંતુ ધણા બધા ગામના ગરીબ પરિવાર સુધી આ યોજનાઓ પહોચતી નથી. ત્યારે આવા પરિવારોને આવા ગોઝારા અકસ્માતોનો શિકાર બનવું પડે છે. જો સરકાર દ્વારા રાહુલભાઈ રુપાભાઈ દેવીપુજકના પરિવારને સહાય ચૂકવવા માટે દરોદ ગામના સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...