તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશી મહેમાન:પાકિસ્તાની રિંગ પહેરાવેલું દુર્લભ ટિલ્લોર પક્ષી કચ્છના નાના રણમાં જોવા મળ્યું

સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
તસવીર:  દુર્લભ ટિલ્લોર પક્ષી. - Divya Bhaskar
તસવીર:  દુર્લભ ટિલ્લોર પક્ષી.

પાકિસ્તાનથી રિંગ પહેરાવીને છોડવામાં આવેલા ભારતના દુર્લભ પક્ષીની જાતિમાં જેની ગણના થાય છે એ હોબારા, જેને ગુજરાતી ભાષામાં ટિલ્લોર પણ કહેવાય છે તથા અંગ્રેજી ભાષામાં મેક્વિન બસ્ટાર્ડના નામે ઓળખવામાં આવે છે. વઢવાણના યુવા વાઈલ્ડલાઇફ ફોટોગ્રાફર અને પક્ષીજીવનના અભ્યાસુ દેવવ્રતસિંહ મોરીએ ઘણા દિવસોના કચ્છના નાના રણના ભ્રમણ થકી દુર્લભ પક્ષીની અતિ દુર્લભ પગમાં પહેરાવેલી રિંગ સાથેની તસવીર કેમેરામાં કેદ કરી છે.

આ જ રણમાંથી ભારતના દુર્લભ પક્ષી ગણાતા હોબારા નામનું પક્ષી પાકિસ્તાની રિંગ સાથે જોવા મળ્યું હતું.
આ જ રણમાંથી ભારતના દુર્લભ પક્ષી ગણાતા હોબારા નામનું પક્ષી પાકિસ્તાની રિંગ સાથે જોવા મળ્યું હતું.

અને આ બાબતે દેવવ્રતસિંહ મોરીએ જણાવ્યું હતું કે પક્ષી વિશે વધુ માહિતી મેળવવા માટે ‘બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી’ તથા હોબારા ફાઉન્ડેશન નામની સંસ્થાને આ પક્ષીની તસવીર મોકલી આપવામાં આવી છે, જેથી ઈન્ટરનેશલ બર્ડ માઈગ્રેશન ડેટા તપાસીને બર્ડની રિંગ અંગેની વધારે માહિતી બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી તથા હોબારા ફાઉન્ડેશન દ્વારા ટૂંક સમયમાં પ્રાપ્ત થઈ શકશે. પક્ષીવિદે પાકિસ્તાનથી જે પક્ષીને રિંગ પહેરાવીને છોડાય એનો કલર લીલા રંગનો હોય એમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો