તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂનો જથ્થો ઝડપાયો:ધ્રાંગધ્રા તાલુકાના ડુમાણા ગામના રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

સુરેન્દ્રનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ધ્રાંગધ્રા તાલુકાના ડુમાણા ગામના રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો - Divya Bhaskar
ધ્રાંગધ્રા તાલુકાના ડુમાણા ગામના રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
 • પોલીસે ઇંગ્લીશ દારૂની 116 બોટલો સાથે રૂ.48,400નો મુદ્દામાલ જપ્ત કર્યો
 • ગામના રાજેન્દ્રસિંહ ઝાલાના મકાનમાંથી ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂ મળ્યો

ધ્રાંગધ્રા પોલીસે અગાઉથી મળેલી બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકાના ડુમાણા ગામેના રહેણાંક મકાનમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ધ્રાંગધ્રા પોલીસે ઇંગ્લીશ દારૂની 116 બોટલો સાથે રૂ. 48,400નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

એક રહેણાંક મકાનમાં દરોડો પાડતા ઇંગ્લીશ દારૂનો જથ્થો મળ્યો

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયા દ્વારા સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહિબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અને સદંતર નાબુદ કરવાની કડક સુચનાના આધારે ધ્રાંગધ્રા ડીવાયએસપી આર.બી.દેવધાના માર્ગદર્શન નીચે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.એચ.ગોરી, હિતેન્દ્રસિંહ ઝાલા, વિજયસિંહ જાદવ, ભરત સાબરીયા, વિરપાલસિંહ ઝાલા, સોયબ મકરાણી અને નિલેશ પિત્રોડા સહિતના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે અગાઉથી મળેલી બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકાના ડુમાણા ગામના એક રહેણાંક મકાનમાં દરોડો પાડતા ઇંગ્લીશ દારૂનો જથ્થો મળ્યો હતો.

કેસની આગળની તપાસ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે

ધ્રાંગધ્રા તાલુકા પોલીસે ધ્રાંગધ્રા તાલુકાના ડુમાણા ગામના રાજેન્દ્રસિંહ ઝાલાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની શીલબંધ બોટલો નંગ- 92, કિંમત રૂ. 46,000 અને ટીનના બીયર નંગ- 24, કિંમત રૂ. 2,400 મળી કુલ રૂ. 48,400નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની આગળની તપાસ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો