ભાસ્કર ઈમ્પેક્ટ:શહેરના વોર્ડ નંબર 11માં અકસ્માત અટકાવવા સરંક્ષણ દીવાલ બનાવાઇ

સુરેન્દ્રનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરના વોર્ડ નં. 11ના વિસ્તારમાં અકસ્માત અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવાઈ. - Divya Bhaskar
શહેરના વોર્ડ નં. 11ના વિસ્તારમાં અકસ્માત અટકાવવા સંરક્ષણ દિવાલ બનાવાઈ.
  • થોડા મહિના પહેલાં જ પાલિકાની કચરાપેટીની ગાડી ફસાઈ હતી

સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર 11 ગણપતિ ફાટસર વિસ્તારમાં વળાંક પાસે અકસ્માતોના બનાવો બને છે. ત્યારે પાલિકાની કચરાપેટી સાથેની ગાડી ફસાતા જાનહાનિ ટળી હતી. ત્યારે આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતાં સદસ્ય દ્વારા સરંક્ષણ દીવાલ બનાવીને માટીનું બુરાણ કરાતા લોકો અને વાહનચાલકોમાં રાહત થઇ હતી.

સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના અનેક લોકો સુપ્રસિદ્ધ ગણપતિ ફાટસર મંદિરે દર્શન કરવા આવે છે. બીજી તરફ આ વિસ્તારમાંથી રાજકોટ બાયપાસ હાઇ-વે પણ પસાર થતો હોવાથી દિવસ-રાત નાના મોટા વાહનોની અવરજવર વધુ રહે છે. પરિણામે આ રસ્તા પર અકસ્માતો પણ વારંવાર બની રહ્યા છે. થોડા મહિના પહેલા જ કચરાપેટીની ગાડી ફસાઇ ગઇ હતી.

અને આ ગાડીને જીસીબી દ્વારા મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી. જેનો અહેવાલ પણ પ્રસિધ્ધ થયો હતો. આ સમસ્યાને ધ્યાને લઇને વોર્ડ નંબર 11ના સદસ્ય પી.ડી.રાઠોડે કાર્યવાહી કરી હતી. જેમાં આ સ્થળે લોકો અકસ્માતનો ભોગ ન બને તે માટે દીવાલ કરવામાં આવી હતી. આ ઉપરાંત જ્યાં ખાડા જેવા સ્થળો રહી ગયા હતા ત્યાં માટીનું બુરાણ કરવામાંં આવ્યું હતું. જેથી કરીને લોકોના અકસ્માત થતા અટકી શકે. ત્યારે આ સ્થળ પર માટીના બુરાણ સાથેની સંરક્ષણ દિવાલ બનતા વાહનચાલકો, રાહદારીઓ તેમજ રહીશોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...