આયોજન:સુરેન્દ્રનગરમાં આજે ભગવાન પરશુરામની શોભાયાત્રા યોજાશે

સુરેન્દ્રનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વણ જોયુ મુહુર્ત હોવાથી લગ્ન, નવા ધંધાની શરૂઆત અને વાહનોની ખરીદી થશે

સુરેન્દ્રનગર શહેરમાં આજે અક્ષય તૃતિયા નિમિતે ભગવાન પરશુરામની શોભાયાત્રા નિકળનાર છે. જ્યારે અક્ષય તૃતિયા એટલે વણજોયુ મુહુર્ત કહેવાતુ હોવાથી આજે લગ્ન સમારંભ, નવા ધંધા રોજગારની શરૂઆત, વાહનોની ખરીદી સહિત મુહુર્ત સાચવવામાં આવશે.

અક્ષય તૃતિયા એટલે ભગવાન પરશુરામનો પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખવામાં આવે છે.આથી દર વર્ષે સુરેન્દ્રનગ ઔદિચ્ય બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.જેમાં જિલ્લાભરમાંથી ભુદેવો મોટી સંખ્યામાં જોડાય છે.ગત વર્ષ કોરોના કારણે શોભાયાત્રા યોજાઇ શકી ન હતી. પરંતુ આ વર્ષ કોરોનાનો ભય ન હોઇ અને સરકારે છુટછાટ આપી હોવાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયુ છે.

જે ઔદિચ્ય બ્રહ્મ સમાજ વાડી સુરેન્દ્રનગર ખાતેથી પ્રસ્થાન થઇ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ વાડીએ પરત ફરશે.જ્યાં ભગવાન પરશુરામની આરતી કરવામાં આવશે. જ્યારે અક્ષય તૃતિયા એ વણજોયુ મુહુર્ત હોવાથી આજના દિવસે લગ્ન સમારંભો યોજાશે. જ્યારે નવા ધંધા રોજગાર શરૂ થશે તેમજ નવા વાહનોની ખરીદી પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...